Monday, January 23, 2012

33 કરોડ દેવી-દેવતા કંઈ રીતે ?


33 કરોડ દેવી-દેવતા કંઈ રીતે ?




હિન્દુ ધર્મામાં કહેવામાં આવ્યું છે કે હિન્દુઓના 33 કરોડ દેવી-દેવતા છે. આટલા દેવી-દેવતા કેવી રીતે? તે આપણે ઘણીવાર પ્રશ્ન થાય પરંતુ તેનો દરેક વખતે સાચો જવાબ મળતો નથી. શાસ્ત્રો પ્રમાણે દેવતાઓની સંખ્યા 33 કોટી ગણાવામાં આવ્યા છે આ 33 કોટીઓની ગણના 33 કરોડ દેવી-દેવતાઓના રૂપમાં કરવામાં આવે છે. આ 33 કટિઓમાં આઠ વસુ, અગિયાર રુદ્ર, બાર આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ સામેલ છે. આ દેવતાઓને 33 કરોડ દેવી-દેવતા માનવામાં આવે છે. 


કેટલાક વિદ્ધાનોએ છેલ્લા બે દેવતાઓમાં ઇન્દ્ર અને પ્રજાપતિની જગ્યાએ બે અશ્વિન કુમારોને પણ માન્યતા આપી છે. શ્રીમદ ભાગવદમાં પણ આ અશ્વિન કુમારોને જ છેલ્લા બે દેવતા માનવામાં આવ્યા છે. આ પ્રમાણે હિન્દુ દેવી-દેવતાઓમાં 33 કરોડ નહીં પણ 33 મુખ્ય દેવતાઓ છે. કોટી શબ્દના બે અર્થ છે પહેલો કરોડ અને બીજો પ્રકાર કે તેના જેવો. આ પ્રમાણે 33 કોટી જે મૂળભૂત રીતે 33 પ્રકારના દેવી-દેવતા છે, તેમને જ 33 કરોડ માનવામાં આવે છે

No comments:

Post a Comment