Monday, January 23, 2012

ઘરમાં બંધ પડેલી, “ઘડિયાળ” કેમ ન રાખવી?


ઘરમાં બંધ પડેલી, “ઘડિયાળ” કેમ ન રાખવી?


કહેવાય છે કે સમય દરેક વ્યક્તિ માટે અમૂલ્ય હોય છે કારણ કે વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી. જે આજે છે તે આવતીકાલે નહીં હોય અને જે ગઈકાલ બન્યું હતું તે આજે બનવાનું નથી. એટલે લોકો કહે છે કે, ‘ચલના હી જિંદગી હૈ...’ ઘરની દરેક વસ્તુનું પોતાનું આગવું મહત્વ હોય છે અને તે પ્રમાણે જ તેની અસર આપણા જીવન ઉપર પડતી હોય છે. એમાંથી જ મહત્વની વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ આપણને હંમેશા ચાલતા રહેવાનો સંદેશો આપે છે.


એક તરફ ઘડીયાળ આપણને સાચા સમયની જાણકારી આપે છે. તો તે વાસ્તુ પ્રમાણે આપણા પરિવારના લોકો ઉપર સકારાત્મક ઊર્જાનો પ્રભાવ પાડે છે. ઘડિયાળ પણ વાતાવરણમાં વહેતી સકારાત્મક ઊર્જાને સંકલિત કરે છે અને તેનો પ્રભાવ ઘરના લોકો ઉપર પણ પડે છે.


બંધ ઘડિયાળને નુકસાનકારક માનવામાં આવે છે. બંધ ઘડિયાળ નકારાત્મક ઊર્જાને વધારે છે અને પોઝિટિવ એનર્જીના પ્રભાવને ઓછો કરે છે. ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ. જો કોઈ ઘડિયાળ બંધ હોય તો તેને તરત જ ચાલુ કરાવવી જોઈએ અથવા હટાવી દેવી જોઈએ. ફેંગશૂઈની માન્યતા છે કે બંધ ઘડિયાળથી ઘરમાં ધનની આવક ઉપર અસર થાય છે. ઘડિયાળ એવી જગ્યાએ લગાવવી જોઈએ જ્યાંથી બધા આસાનીથી તેનો જોઈ શકે.

No comments:

Post a Comment