Monday, January 23, 2012

મંદિર જતા પહેલાં કઈ વાતનું ધ્યાન રાખવું ?


મંદિર જતા પહેલાં કઈ વાતનું ધ્યાન રાખવું ?


મંદિર કે દેવાલયમાં દરેક વ્યક્તિ જાય છે. એ એક આસ્થાનું કેન્દ્ર છે. આ જ કારણે કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરતી વખતે શાસ્ત્રો દ્વારા કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે. દરેક શ્રદ્ધાળુઓએ આ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. દરેક શ્રદ્ધાળુઓ આ નાની નાની વાતોનું ધ્યાન રાખે તો મહત્વપૂર્ણ ગણાશે.


- મંદિર જવા માટે આપણું તન અને મન સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવું જોઈએ.


- મંદિરમાં પોતાની સાથે કોઈ હથિયાર ન લેવું.


- મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પોતાની પાસેથી જૂતા ચંપલ વગેરે બહાર નીકાળી દેવા. કેટલાક લોકો મોજા સાથે અંદર પ્રવેશ કરે છે પરંતુ મોજાની વાસ મંદિરના વાતાવરણને પ્રદૂષિત કરે છે.


અન્ય શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓમાં મુકે છે. એટલે જ આપણે મોજા પણ બહાર કાઢવા જોઈએ. આ મંદિરની પવિત્રતાથી સફાઈ વધશે. 


- જૂતા ઉતારતા પહેલા પોતાના હાથ પગ સારી રીતે ધોઈ લેવા. એટલે તમારા હાથ પગ સંપૂર્ણ સાફ અને સ્વચ્છ થાય પછી જ જવું.


- મંદિરમાં કોઈ પણ પરિસ્થિતીમાં પોતાના પગ ભગવાનની તરફ રાખીને ના બેસવું. તે અસન્માનની ભાવના વ્યક્ત કરે છે.


- કેમ કે મંદિરમાં કે ફર્શ પર શ્રદ્ધાળુ ભગવાનની સામે માથું ટેકે છે. કેટલાક શ્રદ્ધાળુ દંડવત પ્રણામ કરે છે. તેનાથી ફર્શ બિલકુલ ગંદુ નથી થતું.


- ભગવાનની પરિક્રમા ઘડિયાળની સોયની જેમ કરવી જોઈએ. એ દિશામાં કરવી જોઈએ.


- મંદિરમાં ભગવાનની સામે પીઠ ફેરવીને ના બેસવું.

No comments:

Post a Comment