Tuesday, January 31, 2012

કાગળ કેવી રીતે બને છે?


કાગળ કેવી રીતે બને છે?
કાગળની ઉપયોગીતા તો તમે જાણતાં જ હશો. છાપાં, પુસ્‍તકો અને રમકડાંથી માંડીને ચલણી નોટો બનાવવા માટે કાગળનો ઉપયોગ થાય છે. કાગળની શોધ ન થઈ હોત તો વિશ્વનો વિકાસ અધુરો રહી જાત. આટલી મહત્‍વની ઉપયોગીતાનો કાગળ બનાવવાની રીત તો સાવ સરળ છે. કાગળ, પસ્‍તી રદ્દી અને લાકડાના માવાને પાણીમાં રગદોળી સીધી સપાટી ઉપર પાથરી દો અને તેમાંથી પાણી ઉડી જાય એટલે કાગળ તૈયાર. પણ તે થોડો જાડો કાગળ બને. બે હજાર વર્ષ અગાઉ ચીનમાં આ રીતે કાગળ બનાવવાની શરૂઆત થયેલી પછી આ પધ્ધતિમાં થોડા સુધારા થયાં અને કાગળના માવાને જાળીદાર પાટીયા ઉપર સહેજ દાબ આપીને પાથરવાની પધ્ધતિ આવી. વળી તેને સફેદ અને સુંવાળો બનાવવા માટે કેટલાંક રસાયણો પણ ઉમેરવાનું શરૂ થયું. ફ્રાંસના લુઈ રોબર્ટ નામના વિજ્ઞાનીએ કાગળ બનાવવાનું યંત્ર શોધ્‍યું. જેમાં લાંબા જાળીવાળા પટ્ટા ઉપર માવો પાથરવામાં આવે છે. માવામાંથી પાણી નીતરી ગયા પછી તેને દાબયંત્રમાં દબાવીને પાતળો અને સુંવાળો બનાવાય છે પછી યાંત્રિક પધ્ધતિથી સુકવી દેવામાં આવે છે. કાગળ મુખ્‍યત્‍વે પેપીટસ નામના ઝાડના રસમાંથી બનાવવામાં આવતો એટલે તેનું નામ પેપર પડી ગયું. હાલમાં કાગળ વનસ્‍પતિના રેસા, લાકડા અને રદ્દીમાંથી બનાવવામાં કાગળ બનાવવા માટે જંગલના વૃક્ષો કાપવા પડે છે એટલે પર્યાવરણના બચાવ માટે કાગળનો દુરુપયોગ કે બગાડ ન કરવો જોઈએ.

No comments:

Post a Comment