Monday, January 23, 2012

મુસ્લિમ લોકો કેમ કરે છે હજ યાત્રા...

મુસ્લિમ લોકો કેમ કરે છે હજ યાત્રા


દુનિયાના દરેજ મુસલમાનની ઈચ્છા હોય છે કે તે પોતાના જીવન કાળમા એક વાર હજ યાત્રા જરૂર કરે. હજ યાત્રીઓના સપનાઓમા કાબા પહોંચવુ, જન્નત પહોંચવાની સમાન છે. કાબા શરીફ મક્કામા છે. અસલમા હજ યાત્રા મુસ્લિમો માટે સર્વોચ ઈબાદત છે. ઈબાદત પણ એવી કે બધી ઈબાદતો કરતા થોડી અલગ પ્રકારની હોય છે. આ એવી ઈબાદત છે જેમી ઘણુ ચાલવુ-ફરવુ પડે છે. સાઉદી અરબના પવિત્ર શહેર મક્કા અને અને તેની આજુબાજુમા અલગ-અલગ જગ્યાઓ પર હજની ઈબાદત અદા કરવામા આવે છે. આની માટે પહેલાથી જ તૈયારી કરવી જરૂરી છે, જેના દ્વારા હજ સરળતાથી કરી શકાય. એટલા માટે જ હજ પર જવા વાળા માટે પ્રશિક્ષણ શિબિર લગાવવામા આવે છે.


એહરામ: હજ યાત્રા વાસ્તવમા પાક્કા ઈરાદા એટલે કે સંકલ્પ કરીને 'કાબા'ની જિયારત એટલે દર્શન કરવા અને આ ઈબાદતોને એક વિશેષ પ્રકારથી કરવાનુ કહેવામા આવે છે. આના વિશે પુસ્તકમા પણ કહેવામા આવ્યુ છે. હજ માટે વિશેષ લિબાસ પહેરવામા આવે છે, જેને એહરામ કહે છે. આ એક ફકીરાના લિબાસ છે. એવી લિબાસ જે બધા પ્રકારના ભેદભાવ પુરા કરી નાખે છે. નાના-મોટનુ, અનીર-ગરીબ, કાળા-ધોળાનુ. આ દરવેશાના લિબાસને ધારણ કરીને બધા માણસ બરાબર થઈ જાય છે અને બધી પ્રકારની ઉંચ-નીચ ખતમ થઈ જાય છે.


જુંબા પર એજ જ નામ: પુરી હજ યાત્રા દરમિયાન હજ યાત્રીઓના મોં પર 'હાજિર હું અલ્લાહ, મે હાજિર હુ'. જેવા શબ્દ કાયમ રહે છે. કહેવાનો અર્થ એ છે કે આ પુરી યાત્રા દરમિયાન દરેક સમયે હજ યાત્રીઓને એ વાત યાદ રહી જાય છે કે તે કાયનાતથી સ્રુષ્ટ, તે દયાળુ-કરીમની સામે હાજર છીએ, જેનો કોઇ સંગી-સાથી નથી. તદઉપરાંત એ પણ છે કે જગ્યા-માલ એ બધુ અલાહ તાઅલાનુ છે.

No comments:

Post a Comment