Monday, January 23, 2012

પૂજાનો સમય સવારે અને સાંજે કેમ?


પૂજાનો સમય સવારે અને સાંજે કેમ?


આ જિજ્ઞાસા અનેક લોકોના મનમાં રહે છે કે પૂજા હંમેશા સવારે અને સાંજે કેમ થાય છે? શું સમગ્ર દિવસ દરમ્યાન એવો કોઈ સમય નથી હોતો જ્યારે આપણે પૂજા કરી શકીએ? અનેક લોકો સવારે 10 થી 11 વાગ્યે પૂજા કરે છે. જો કે આ સમયે પૂજા કરવી વ્યર્થ માનવામાં આવે છે. પૂજા માટે આપણા ધર્મમાં કેટલાક નિશ્ચિત નિયમો બનાવવામાં આવ્યા છે. પહેલા બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યોદયથી પહેલા અને સાંજે સૂર્યોદય બાદ પૂજા કરવામાં આવે છે. પહેલા બ્રહ્મ મુહૂર્તની વચ્ચે સૂર્યોદય પહેલા પૂજા કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પહેલા પૂજા કરવામાં આવે છે. આ સમયે પૂજા કરવા પાછળનું ધાર્મિક મહત્વ પણ હોય છે. આ માન્યતાઓ અને પરંપરાઓની પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. 




સવારે અને સાંજે પૂજા, ભજન તથા મંત્રોચ્ચારણ કરવાનું સૌથી મોટું કારણ આપણી અંદરની શાંતિ અને આનંદ છે. આ સમયે વૈજ્ઞાનિક અને વ્યવહારિક રીતે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. તેનાથી કામનો તણાવ ઓછો થાય છે. લોકો પર તેની સકારાત્મક અસર થાય છે. સાંજે સૂર્યાસ્ત સમયે પૂજા કરવાથી તણાવ આપણી ઉપર નથી રહી શકતો. પૂજા કરવાથી તણાવ દૂર થાય છે. ખોટા સપના નથી આવતા.મનમાં શાંતિ રહે છે. 


 તેની પાછળ એક બીજું કારણ એ છે કે સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત સમયે સૂર્યની કિરણોનું તેજ ઓછું થઈ જાય છે. તેનાથી આવનારો પ્રકાશ આવે છે જે મનને શાંત કરે છે. શરીર પર તેનાથી કોઈ દુષ્પ્રભાવ નથી પડતો.  શરીરને વિટામીન ડી મળે છે. 

No comments:

Post a Comment