Monday, January 23, 2012

અગ્નિદાહ વખતે ચંદનનું લાકડું કેમ?


અગ્નિદાહ વખતે ચંદનનું લાકડું કેમ?


હિંદુ પરંપરા અનુસાર મૃતકનો અગ્નિ સંસ્કાર કરતી વખતે તેમના મુખ પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે.આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરા પાછળ ધાર્મિક કારણની સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.


ચંદનનું લાકડું અત્યંત શીતળ માનવામાં આવે છે. તેની ઠંડકના કારણે ધાર્મિક લોકો ચંદનને તિલકની જેમ કપાળે લગાવે છે.જેનાથી કપાળમાં અને મગજમાં ઠંડક પહોંચે છે.ધાર્મિક માન્યતા પ્રમાણે મૃતકના મુખ પર ચંદનની લાકડું મુકીને તેને અગ્નિદાહ આપવામાં આવે તો તેના આત્માને શાંતિ મળે છે અને મૃતકને ચંદનની શીતળતા પ્રાપ્ત થાય છે.


જો તેના વૈજ્ઞાનિક કારણ તપાસવામાં આવે તો કહી શકાય કે મૃતકના શરીરને અગ્નિદાહ આપતી વખતે માંસ અને હાડકાનું દહન થવાથી તીવ્ર દુર્ગંધ ઉત્પન્ન થાય છે ત્યારે જો ચંદનના લાકડાથી તેને દાહ આપવામાં આવે તો દુર્ગંધ સંપૂર્ણ ઓછી નથી થતી... 

No comments:

Post a Comment