Monday, January 23, 2012

ક્યારે કરવી જોઈએ ઘરની સફાઈ?


ક્યારે કરવી જોઈએ ઘરની સફાઈ?


દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સાફ અને સ્વચ્છ રહે. ઘરમાં કોઈ પણ પ્રકારની ગંદકી, ધૂળ-માટી ન હોય. ઘરનું વાતાવરણ મનને શાંતિ આપનારું હોય. જ્યારે આપણે વધુ કામથી થાકનો અનુભવ કરીએ ત્યારે એ જોઈને આપણું મન શાંત થઈ જાય.






એવામાં જરુરી છે ઘરની સાફ- સફાઈ. આ સંબંધમાં વિદ્વાનો માને છે કે ઘરની સફાઈ સવારે કરવી જોઈએ. રાત્રે આ કાર્ય શુભ માનવામાં નથી આવતું. 




દરરોજ ઘરની સાફ- સફાઈ કરવી જોઈએ. પોતું કરવું જોઈએ. સામાન્ય રીતે દરેક ઘરમાં સવારે સ્નાન પહેલા સાફ-સફાઈ થઈ જતી હોય છે. ધર્મશાસ્ત્રોમાં સાંજે કે રાત્રિના સમયે ઘરમાં સાફ સફાઈ કરવી નિષેધ માનવામાં આવે છે. 




આ જ કારણે ઘરમાં કચરાને લીધે બિમારી ફેલનારા કિટાણુ રહે છે જે સફાઈ દરમ્યાન આપણા શરીર પર ચોંટી જાય છે. આ કિટાણુ શરીર માટે હાનિકારક છે. સવારે સફાઈ કર્યા બાદ ઘરના દરેક સદસ્ય સ્નાન કરે છે. જેનાથી શરીર પર લાગેલા કિટાણુ સાફ થઈ જાય છે. આ કિટાણુઓથી બીમારી ફેલાવવાની સંભાવના છે. પરંતુ જો રાત્રે સફાઈ કરવામાં આવે તો કિટાણુઓ ઘરના સદસ્ય પર ચોંટી જાય છે. રાત્રે મોટા ભાગે લોકો નહાતા પણ નથી આ સમયે આ કિટાણુઓ આપણી તંદુરસ્તી માટે જોખમી છે. તેનાથી બચવા માટે રાત્રિના સમયે સાફ સફાઈ કરવી નિષેધ માનવામાં આવે છે.

No comments:

Post a Comment