Monday, January 23, 2012

શિવલીંગ પર કેમ ચઢાવવામાં નથી આવતી હળદર?


શિવલીંગ પર કેમ ચઢાવવામાં નથી આવતી હળદર?


શિવલીંગ એક દૈવીય શક્તિ છે. જે આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે. શિવલીંગ શિવનું જ સાક્ષાત રુપ માનવામાં આવે છે. સંપૂર્ણ વિધીથી શિવલીંગની પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને સાથે જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરે છે. 
સામાન્ય રીતે દેવી દેવતાઓની પૂજા કરવાના કાર્યોમાં અનેક સામગ્રીઓ સામેલ કરવામાં આવે છે. આ સામગ્રીઓમાં હળદર પણ સામેલ કરવામાં આવે છે. હળદર એક ઔષધી છે અને આપણે તેનો હળદર એક ઔષધી પણ છે અને આપણે તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનમાં પણ કરીએ છીએ. ધાર્મિક કાર્યોમાં હળદરનું મહત્વપૂર્ણ સ્થાન છે. અનેક પૂજન કાર્ય હળદર વિના પૂરા નથી થઈ શકતા. 
પૂજામાં હળદરની ગાંઠનો પ્રયોગ એક ઔષધીના રુપમાં કરવામાં આવે છે. હળદર શિવજી સિવાય દરેક દેવી દેવતાને અર્પિત કરવામાં આવે છે. હળદર સ્ત્રી સૌંદર્ય પ્રસાનનમાં મુખ્ય રુપ ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શિવલીંગ પુરુષત્વનું પ્રતિક છે.. આ જ કારણે મહાદેવને હળદર ચઢાવવામાં નથી આવતી. જળધારા પર ચઢાવી શકાય પરંતુ હળદર શિવલીંગ પર ચઢાવી શકાતું નથી. કેમ કે શિવલીંગ પુરુષત્વનું પ્રતિનિધીત્વ કરે છે તેથી તેના પર હળદર ચઢાવવામાં નથી આવતી. હળદર એક સૌંદર્ય પ્રસાધનની સામગ્રી છે અને જળધારા માં પાર્વતી સાથે સંબંધિત છે. એટલા માટે તેના પર હળદર ચઢાવવામાં આવે છે.

No comments:

Post a Comment