Monday, January 23, 2012

આસોપાલવના પાનનો ઉપયોગ પૂજામાં કેમ કરવામાં આવે છે?


આસોપાલવના પાનનો ઉપયોગ પૂજામાં કેમ કરવામાં આવે છે?


આસોપાલવના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. દુખને દૂર કરવા માટે તેને આસોપાલવનુ નામ આપવામાં આવ્યું છે. ભગવાન રામે પોતે જ તેને દુખ દૂર કરનારા વૃક્ષની ઉપમા આપી છે. 




કામદેવના પંચ પુષ્પ બાણોમાં એક આસોપાલવ પણ છે. કવિઓએ પણ તેની મહત્વતા વિશે ખૂબ લખ્યું છે. રાવણે સીતાનું હરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને અશોક વાટિકામાં રાખી હતી. કેમ કે ત્યાં આસોપાલવના વૃક્ષ વધારે હતા એટલા માટે તે અશોક વાટિકા કહેવામાં આવ્યું હતું. 
અશોકના વૃક્ષ પર હનુમાનજીએ સીતામાતાના દર્શન કર્યા હતા. શ્રદ્ધા, વિશ્વાસ, પવિત્રતા, શોક નિવારણ વગેરેના પરિપ્રેક્ષ્યમાં અશોકનું ગુણગાન પ્રાચીન સાહિત્યમાં ભરપૂર કરવામાં આવ્યું છે. 




તાંત્રિત રુપમાં અશોકનું આવાસ ઉત્તર દિશામાં કરવામાં આવ્યું છે. તે વિશેષ મંગલકારી માનવામાં આવે છે. આસોપાલવના પાનથી ઘરમાં શાંતિ રહે છે. 




બૌદ્ધ ધર્મ અને સાહિત્યમાં અશોકના વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે અશોકના વૃક્ષ નીચે અનેક વર્ષો સુધી ગૌતમ બુદ્ધ તપસ્યા કરી હતી. 
અશોકનું વૃક્ષ શીતળતા પ્રદાન કરે છે. તે જ કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની વિશેષતાઓ અને ધાર્મિક 
કારણના લીધે અશોકના વૃક્ષને પવિત્ર માનીને તેની પૂજા કરવામાં આવે છે.

No comments:

Post a Comment