Monday, January 23, 2012

વર-વધૂ શા માટે પહેરાવે છે વરમાળા ?


વર-વધૂ શા માટે પહેરાવે છે વરમાળા ?


શ્રીરામે સીતા સ્વયંવરમાં ધનુષ તોડ્યું, ત્યારે સીતાએ તેમને વરમાળા પહેરાવી પતિના રુપમાં સ્વીકાર કર્યા.


લગ્ન ત્યાં સુધી પૂર્ણ નથી થયા ગણાતા જ્યાં સુધી વર-વધૂ એકબીજાને વરમાળા ન પહેરાવી લે. વરમાળા બે આત્માઓના મિલનનું પ્રતીક છે. જ્યારે શ્રીરામે સીતા સ્વયંવરમાં ધનુષ તોડ્યું, ત્યારે સીતાએ તેમને વરમાળા પહેરાવી પતિના રુપમાં સ્વીકાર કર્યા. વરમાળાના સંબંધમાં આવા અનેક પ્રસંગો આપણા ધાર્મિક ગ્રંથોમાં આપવામાં આવ્યા છે.


વરમાળા ફૂલ અને દોરામાંથી બને છે. ફૂલ ઉત્સાહ, ઉમંગ અને સૌંદર્યના પ્રતીક છે અને દોરો આ બધી ભાવનાઓને જોડીને રાખનારું માધ્યમ છે. જે રીતે ફૂલ કરમાઇ જાય તો પણ દોરો તેનો સાથ નથી છોડતો એ પ્રકારે વરમાળા નવદંપત્તિને આ જ સંદેશ આપે છે કે જે રીતે સારા સમયમાં આપણે એકબીજાની સાથે રહ્યા તેમ ખરાબ સમયમાં પણ એકબીજાની સાથે ખભે ખભો મિલાવી ચાલવું જોઇએ. 

No comments:

Post a Comment