Tuesday, January 31, 2012

કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..


કાળા કપડાં...ક્યારે પહેરવા અને ક્યારે નહીં !?..

હિન્દુધર્મમાં લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવા માટે સખત મનાઈ ફરમાવવામાં આવેલી છે કારણ કે આપણે ત્યાં એવી માન્યતા છે કે કાળો રંગ અશુભ હોય છે. મોટાભાગના લોકો આને અંધવિશ્વાસ માનીને આ વાતની હસી ઉડાવી દે છે. કારણ કે કાળા રંગના કપડાં આ દિવસોમાં ફેશનમાં ચાલે છે. એટલે લગ્નમાં પણ વર-કન્યા અને તેના સંબંધીઓ પણ આ વાતને અંધવિશ્વાસ માની ટાળી દે છે.

પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શુભ કાર્યોમાં કાળા રંગના કપડાં પહેરવા ન જોઈએ તેવું કહેવામાં આવ્યું છે. એટલે લગ્નોમાં પણ વસ્ત્રો લાલ, પીળા, ગુલાબી રંગોને વધુ માન્યતા આપવામાં આવી છે કારણ કે લાલ રંગ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય એવું છે કે લાલ રંગ ઊર્જાનો સ્ત્રોત છે અને લાલ રંગ હકારાત્મક ઊર્જાનું પણ પ્રતીક છે.


તેનાથી વિરુદ્ધ જ્યારે વાદળી, ઘઉંવર્ણા અને કાળા રંગની માનાઈ ફરમાવવામાં આવેલી છે તેની પાછળનું પણ કારણ છે કે કાળા અને ગાઢ રંગો નિરાશાનું પ્રતીક છે અને એવી ભાવનાનાઓને શુભ કાર્યોમાં આવવી ન જોઈએ. કાળા કપડાં પહેરીને કોઈ શુભ કાર્યોમાં આવી જાય તો તેનાથી મનમાં નકારાત્મક વિચારો જન્મ લે છે અને સંબંધોનો આધાર મજબૂત નથી થતો. એટલે લગ્નમાં વર-કન્યાને કાળા કપડાં પહેરવાની માનાઈ ફરમાવવામાં આવે છે.

No comments:

Post a Comment