Monday, January 23, 2012

મંદિર જાઓ ત્યારે ઘંટ જરુર વગાડવો


મંદિર જાઓ ત્યારે ઘંટ જરુર વગાડવો


હિંદુ ધર્મમા મંદિરોની બહાર ઘંટ અથવા ઘડિયાલ પુરાતન કાળથી લગાવવામા આવે છે. એવી માન્યતા છે કે જે મંદિરમા ઘંટ અથવા ઘડિયાલ વાગવાનો અવાજ નિયમિત આવે છે, તેને જાગ્રુત દેવ મંદિર કહે છે. ઉલ્લેખનીય છે કે સવાર-સાંજ મંદિરોમાં જ્યારે પૂજા આરતી કરવામા આવે છે તો ઘંટ અથવા ઘડિયાલ પણ વગાડવામા આવે છે. આને અલગ તાલ અને ગતિથી વગાડવામા આવે છે.


એવુ માનવામા આવે છે કે ઘંટ વગાડવાથી મંદિરમા પ્રાણ પ્રતિષ્ઠિત મુર્તિના દેવતા પણ ચૈતન્ય થઈ જાય છે, જેનાથી તેની પૂજા પ્રભાવશાળી તથા તરત જ ફળ આપવાવાળી થાય છે. સ્કંદ પુરાણો પ્રમાણે મંદિરમા ઘંટ વગાડવાથી માણસના સો જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે સંસારનિ પ્રારંભ થયો ત્યારે જે (નાદ) અવાજ હતો, ઘંટ અથવા ઘડિયાલની ધ્વનિથી એવો જ નાદ નીકળે છે. આજ નાદ ઓમકારના ઉચ્ચારણથી પણ જાગ્રુત થાય છે.


ઘંટને કાળનું પ્રતિક માનવામા આવે છે. ધર્મ શાસ્ત્રીઓ પ્રમાણે જ્યારે પ્રલય કાળ આવશે ત્યારે પણ આવા જ પ્રકારનો નાદ પ્રગટ થશે. મંદિરમા ઘંટ અથવા ઘડિયાલ લગાવવાનો વૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે ઘંટ વગાડવામા આવે છે તેનાથી વાતાવતણમા કંપન ઉત્પન્ન થાય છે જે વાયુમંડળને કારણે ઘણો દુર સુધી જાય છે. આ કંપનની સીમામા આવવાવાળા જીવાણુ, વિષાણુ વગેરે સુક્ષ્મ જીવ નષ્ટ થઈ 
જાય છે તથા મંદિરનું તથા તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ બનેલુ રહે છે.

No comments:

Post a Comment