Monday, January 23, 2012

મુખ્ય દ્રાર પર કેમ લગાડવી જોઇએ,કાળા ઘોડાની નાળ


મુખ્ય દ્રાર પર કેમ લગાડવી જોઇએ,કાળા ઘોડાની નાળ




જ્યોતિષ અનુસાર ઘરના મુખ્યદ્રાર પર કાળા ઘોડાની નાળ લગાડવાથી ઘર પર કોઇની ખરાબ નજર લાગતી નથી અને બરકત બની રહે છે.


ઘરના મુખ્યદ્રાર ઉત્તર,ઉત્તર -પશ્ચિમ કે પશ્ચિમમાં હોય તો એની ઉપર બહારની બાજુ ઘોડાની નાળ જરૂર લગાડવી જોઇએ.


એની માન્યતા છે કે કાળા ઘોડાની નાળથી શનિદોષ દુર થાય છે કારણકે જ્યોતિષ અનુસાર કાળા ઘોડાના પગો પર શનિનો વિશેષ પ્રભાવ હોય છે. 


શનિ ન્યાયના દેવતા છે.


એ મહેનત કરવા વાળા લોકો પર વિશેષ કૃપા કરે છે સાથે તેમને શ્યામવર્ણ પણ માનવામાં આવે છે.


એટલે એવી માન્યતા છે કે કાળા ઘોડાની નાળને ઘરના મુખ્યદ્રાર પર લગાવવાથી સુરક્ષા અને સકારાત્મક ઊર્જા મળે છે. 


નાળ ઇંગ્લિશ વર્ણમાલાના અક્ષર યુ ના આકારથી લગાડવી જોઇએ.કાળા ઘોડાની નાળથી શનિદોષ દુર થાય છે. 


આ જ કારણથી શનિની પીડાને દુર કરવા માટે કાળા ઘોડાની નાળને છલ્લા પણ પહેરાવવામાં આવે છે.


આ નાળને ઘરના દરવાજા પર લગાવાથી ધન,સુખ,સમૃધ્ધિ બની રહે છે.પરિવારના બધા સભ્યોને સદા ખરાબ નજરથી બચાવે છે.

No comments:

Post a Comment