Tuesday, January 31, 2012

પાણીથી ભરેલા વાસણમાં પાણી જો બદલવામાં ન આવે તો માછલી મરી જાય છે.


પાણીથી ભરેલા વાસણમાં પાણી જો બદલવામાં ન આવે તો માછલી મરી જાય છે.

પાણીથી ભરેલા વાસણમાં કે બરણીમાં માછલીને રાખવામાં આવે છે, તેમાંનું પાણી જો બદલવામાં ન આવે તો માછલી શા માટે મરી જાય છે ?
આપણે સામાન્‍ય રીતે એવું માનતા હોઇએ છીએ કે, માછલીને જીવવા માટે જો કોઇ વસ્‍તુની અનિવાર્ય જરૂર હોય તો તે પાણી છે. પાણી વગર માછલી જીવી ન શકે તેવી લગભગ સહુની માન્‍યતા છે, પરંતુ આ માન્‍યતા સાચી નથી. તે ભલે પાણીમાં જ રહેતી હોય તેમ છતાં પાણી અથવા જળ માછલીને જીવંત રાખતું નથી, પરંતુ પાણીની અંદર રહેલો પ્રાણવાયુ માછલીને જીવંત રાખે છે. પ્રાણવાયુ વગર કોઇ પ્રાણી જીવી શકતુ નથી. બીજા કોઇ પ્રાણી કરતાં માછલી પાણીમાં સારી રીતે જીવી શકે છે, અને તેનું કારણ તેનાં ફેફસાંની ખાસ પ્રકારની રચના છે. તેની મદદથી તે પાણીમાંથી, બીજા કોઇ પણ પ્રાણી  કરતાં વધુ સારી રીતે પ્રાણવાયુ ખેંચી શકે છે, ગ્રહણ કરી શકે છે.
પરંતુ જયારે માછલીને કોઇ પાણી ભરેલી બરણીમાં કે વાસણમાં મૂકવામાં / રાખવામાં આવે છે ત્‍યારે થોડાં જ વખતમાં માછલી તે ઠામમાં રહેલા પાણીમાંના પ્રાણવાયુનો ઉપયોગ કરી નાખે છે. આથી જયારે તે પાણીમાં રહેલો પ્રાણવાયુ ખલાસ થઇ જાય અને માછલીને જો તાજાં પાણી મારફતે નવો પ્રાણવાયુ ન મળે તો બરણી કે વાસણમાં ભરેલા પાણીમાં પણ માણસ પાણીમાં ડૂબીને મરી જાય તેમ માછલી મરી જાય છે. આમ હોવાથી માછલીઘરમાં કે કોઇ વાસણમાં માછલી ઉછેરવી હોય, જીવતી રાખવી હોય તો તેમાનું પાણી વારંવાર / વખતોવખત બદલતા રહેવું પડે છે અને તેમાં તાજું પાણી ભરતાં રહેવું પડે છે.

No comments:

Post a Comment