Monday, January 23, 2012

જાણો છો ભગવાનના વાહન પશુ જ કેમ હોય છે ?


જાણો છો ભગવાનના વાહન પશુ જ કેમ હોય છે ?


શિવના નંદીથી લઇને,અંબે માતાના સિંહ અને વિષ્ણુના ગરુડથી લઇ ઇંદ્રના ઐરાવતના હાથી સુધી લગભગ બધા દેવ-દેવતાઓ પશુઓ પર સવાર છે. 
-સર્વશક્તિશાળી ભગવાનને પશુઓની સવારીની આવશ્યકતા કેમ પડી?


તમે કોઇપણ મંદિરમાં જાવ કે કોઇપણ ભગવાનને જોશો તો સામાન્ય રૂપે તેમનાથી જોડાયેલી એક વસ્તુ તમને સરખુ જણાશે તે છે તેમના વાહન.લગભગ દરેક ભગવાનના વાહન પશુઓને જ માનવામાં આવે છે.શિવના નંદીથી લઇને,અંબે માતાના સિંહ અને વિષ્ણુના ગરુડથી લઇ ઇંદ્રના ઐરાવતના હાથી સુધી લગભગ બધા દેવ-દેવતાઓ પશુઓ પર સવાર છે.


સર્વશક્તિશાળી ભગવાનને પશુઓની સવારીની આવશ્યકતા કેમ પડી? દરેક ભગવાન કેમ કોઇપણ પશુ સાથે સંકળાયેલા છે.


ભગવાનની સાથે જાનવરોને જોડવાનાં કારણો ઘણા છે.જેમાં આધ્યાત્મિક,વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણોથી ભગવાન વાહનોના રૂપે પશુઓ સાથે જોડાયેલા છે.


વાસ્તવમાં દેવતાઓની સાથે તેમના વ્યવ્હારના અનુરૂપ વાહનો જોડવામાં આવ્યા છે. 


જેવી રીતે શિવ ભોળા,સીધા ચાલવાવાળા પણ ભયંકર ક્રોધ કરવાવાળા દેવતા છે તો તેમનું વાહન નંદી છે.દુર્ગા તેજ,શક્તિ અને સામર્થ્યનું પ્રતીક છે તો તેની સાથે સિંહ છે.એવી જ રીતે બાકીના દેવી દેવતાઓની સાથે પણ પશુઓને એમના વ્યવહાર અને સ્વભાવથી જોડવામાં આવ્યા છે.બીજું સૌથી મોટું કારણ છે પ્રકૃતિની રક્ષા.જો પશુઓને ભગવાન સાથે ના જોડવામાં આવ્યા હોતતો તેમની સાથે હિંસાનો વ્યવહાર વધુ જોવા મળતો.


દરેક ભગવાનની સાથે એક પશુ જોડીને આપણા ભારતીય મુનીઓએ પ્રકૃતિ અને તેમાં રહેવાવાળા જીવોની રક્ષાનો સંદેશ આપ્યો છે. 


દરેક પશુ કોઇના કોઇ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે તેની સાથે હિંસા ના કરવી જોઇએ.તેની પાછળ મૂળમાં આ સંદેશો છુપાયેલો છે.

No comments:

Post a Comment