Monday, January 23, 2012

શિવને કેમ પ્રિય છે રુદ્રાક્ષ?


શિવને કેમ પ્રિય છે રુદ્રાક્ષ?


ભગવાન શંકરને રુદ્રાક્ષ અતિપ્રિય છે. રુદ્રાક્ષ વિશે શિવમહાપુરાણમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. શિવમહાપુરાણ અનુસાર એકમુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરુપ છે. તે ભોગ અને મોક્ષ પેદા કરનારું છે. જે આ રુદ્રાક્ષની પૂજા કરે છે તેના ઘરમાંથી લક્ષ્મી ક્યારેય પણ દૂર થતી નથી. ત્રણ મુખવાળું રુદ્રાક્ષ સાક્ષાત સાધનનું ફળ આપનારું છે એના પ્રભાવથી દરેક વિદ્યા પ્રભાવિત થાય છે.


ચારમુખવાળું રુદ્રાક્ષ બ્રહ્માનું સ્વરુપ છે. તેના દર્શનથી તથા સ્પર્શથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પાંચ મુખવાળું રુદ્રાક્ષ કાલાગ્નિનું સ્વરુપ છે.એ દરેક કાર્ય કરવામાં સક્ષમ છે. મનુષ્યને મુક્તિ આપનારું તથા સંપૂર્ણ મનોવાચ્છિત ફળ આપનારું છે. છ મુખવાળું રુદ્રાક્ષ કાર્તિકેયનું સ્વરુપ છે. તેને ધારણ કરનાર વ્યક્તિ બ્રહ્મહત્યા અને પાપમાંથી મુક્ત બની જાય છે.આઠ મુખવાળું રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ સ્વરુપ છે. તેને ધારણ કરનાર મનુષ્ય પૂર્ણાયુ છે.


નવ મુખવાળું રુદ્રાક્ષ ભૈરવ તથા કપિલ મુનીનું પ્રતિક માનવામાં આવે છે. દસમુખવાળું રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુનુ સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્યની દરેક કામનાઓ પૂર્ણ થાય છે.અગિયાર મુખવાળું રુદ્રાક્ષ સર્વત્ર વિજયી છે.બાર મુખવાળું રુદ્રાક્ષ ધારણ કરવાથી મસ્તક પર બારેય આદિત્ય બિરાજમાન છે. તેર મુખવાળું રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરુપ છે.તેને ધારણ કરનાર મનુષ્ય સૌભાગ્ય અને મંગળકારી છે.ચૌદ મુખવાળું રુદ્રાક્ષ પરમ વિશ્વરુપ છે.તેને ધારણ કરવાથી દરેક પાપનો નાશ થાય છે.

No comments:

Post a Comment