Monday, January 23, 2012

જૈન સાધુઓ મોં પટ્ટી કેમ બાંધે છે ?


જૈન સાધુઓ મોં પટ્ટી કેમ બાંધે છે ?


જૈન ધર્મના સ્થાનકવાસી અને તેરાપંથી સાધુ સાધ્વીઓ, ઉપાધ્યાય, આચાર્ય પોતાના મોં પર વસ્ત્રની એક પટ્ટી બાંધે છે. જેને તેઓ એક વસ્ત્ર સાથે બાંધીને માથાની પાછળ સુધી લઈ જાય છે. 




આ પ્રકારનું વસ્ત્ર મોં પર લટકતું જોવા મળે તેને મોં પટ્ટી કહેવામાં આવે છે. જૈન સમુદાયમાં તેને પવિત્ર માનવામાં આવે છે. 
કેમ બાંધવામાં આવે છે જૈન સંત મોં પટ્ટી?


જૈન સમુદાયમાં અહિંસાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જીવ માત્રને આવશ્યક માનવામાં આવે છે. મોં પટ્ટી અહિંસાનું સૌથી મોટું પ્રતિક છે. 
એ પણ જોવા મળે છે કે મોં પટ્ટી એકદમ સફેદ બાંધવામાં આવે છે. તે વધારે સ્વચ્છ અને સફેદ રંગની હોય છે. માટે તેને અહિંસાના ઉદ્દેશ્યથી બાંધવામાં આવે છે. 




જ્યારે દરેક પ્રાણી જીવીત રહેવા માટે અભિલાષી હોય છે ત્યારે કોઈના પણ પ્રાણ લેવા કે તેનું જીવ સમાપ્ત કરવું એ અન્યાય છે. જૈન ધર્મમાં સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જીવની રક્ષા કરવાની સૂચના આપવામાં આવી છે. 




આ રીતે આદર્શને પોતાના જીવનમાં ઉતારતા જૈન સાધુ સાધવી પોતાના મોં પર મુખ વસ્ત્રિકા બાંધે છે. જેનાથી વાયુમાં ઉપસ્થિત નાના જીવાણુઓ પણ તેમના મોં સુધી ન પહોંચે. 




મોં પટ્ટીનો બીજો પ્રયોગ એ થાય છે કે તેનાથી વાતચીત કરતી વખતે પ્રવચન આપતી વખતે મોંનું થૂંક ઉપર નથી જઈ શકતું અને મોંમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ કોઈને પણ કષ્ટ નથી આપતી. 
મોં વસ્ત્રનો પ્રયોગ અહિંસાના આદર્શોના પરિપ્રેક્ષ્યમાં હિતકારી છે અને સમાજ મટે તેનો પ્રયોગ ખૂબ લાભકારી છે. આ રીતે શાસ્ત્રોક્ત ધીથી તેનો પ્રયોગ કરવો આવશ્યક છે. 

No comments:

Post a Comment