Monday, January 23, 2012

જનોઇ પહેરવાથી શું લાભ થાય ?


જનોઇ પહેરવાથી શું લાભ થાય ?


યજ્ઞોપવિત ધારણ કરવાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. લગ્ન પહેલા ત્રણ દોરાનો અને લગ્ન બાદ છ દોરાનો પજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં તે ધારણ કર્યા બાદ જ બાળકને ભણવાનો અધિકાર મળતો.


પહેલાના સમયમાં બાળકની ઉંમર આઠ વર્ષની થાય અને તેનો યજ્ઞપવિત સંસ્કાર કરી દેવામાં આવતો હતો. જેને આપણે જનોઇ સંસ્કાર પણ કહીએ છીએ. પણ સમયના વહેણની સાથે આ પરંપરા ધીમે-ધીમે લુપ્ત થતી જાય છે. યજ્ઞોપવિત ધારણ કરવાનો સીધો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે છે. લગ્ન પહેલા ત્રણ દોરાનો અને લગ્ન બાદ છ દોરાનો પજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે. પહેલાના સમયમાં તે ધારણ કર્યા બાદ જ બાળકને ભણવાનો અધિકાર મળતો. મળ-મૂત્ર વિસર્જન પહેલા જનોઇને કાનની ઉપર કસીને લપેટી દેવામાં આવે છે. કાનની પાછળની બે નસોનો સીધો સંબંધ પેટના આંતરડા સાથે હોય છે. આ ક્રિયા આંતરડા પર દબાણ ઊભુ કરે છે જેના કારણે મળ વિસર્જનમાં સરળતા રહે છે. કાનની નજીકની એક નસ દ્વારા જ મળ-મૂત્ર વિસર્જન વખતે કેટલાક દ્વવ્યો વિસર્જિત થઇ જાય છે. જનોઇ તેના વેગને રોકે છે, જેના કારણે કબજિયાત, એસીડીટી, પેટ રોગ મૂત્રેન્દ્રિય રોગ, રક્તચાપ, હૃદય રોગો સહિત અન્ય સંક્રામક રોગ થતા નથી.


જનોઇ પહેનાર વ્યક્તિ નિયમોમાં બંધાઇ જાય છે. મળ વિસર્જન બાદ જ્યાં સુધી તે હાથ-પગ ધોઇ ન લે ત્યાં સુધી તે કાનમાં વીંટાળેલી જનોઇ કાઢી શકતો નથી. સંપૂર્ણ રીતે પોતાની સફાઇ કર્યા બાદ જ તે જનોઇ ઉતારી શકે છે. આ સફાઇ તેને દાંત, મોં,પેટ, કૃમિ, જીવાણુઓ જેવા રોગોથી બચાવે છે. જનોઇનો સૌથી વધુ લાભ હૃદય રોગના દર્દીઓને થાય છે.


No comments:

Post a Comment