Monday, January 23, 2012

મંદિરોના શિખર પિરામિડ જેવા કેમ બનાવવામાં આવે છે?


મંદિરોના શિખર પિરામિડ જેવા કેમ બનાવવામાં આવે છે?


મંદિર એક એવું સ્થાન છે જ્યાં જઈને આપણી દરેક ચિંતાઓ દૂર થાય છે. જ્યાં આપણા મનની દરેક અશાંતિ આત્મિક શાંતિમાં બદલાઈ જાય છે, મંદિર એક એવું સ્થાન છે જ્યાં આપણી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંદિરમાં પ્રવેશ કરતી વખતે આપણને આનંદનો અહેસાસ થાય છે. આખરે એવું કેમ થાય છે કે મંદિરમાં જઈને મનને શાંતિ મળે અને કોઈ દૈવીય શક્તિનો અનુભવ થાય. 
મંદિરની બનાવટ કોઈ ખાસ શૈલીમાં કરવામાં આવે છે. દરેક મંદિરોના શિખર પિરામિડ શૈલીમાં જ બનાવવામાં આવે છે. અતિ પ્રાચીન મંદિરોના શિખર પણ પિરામિડ જેવા દેખાઈ દે છે. 


દરેક મંદિરોના શિખરને પિરામિડ અનુસાર બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રની માન્યતા જોવા મળે છે. વાસ્તુ અનુસાર પિરામિડનો શાબ્દિક અર્થ થાય છે અગ્નિ શિખા. અગ્નિ શિખાનો મતલબ છે એક એવી અદ્રશ્ય ઉર્જા જે આગ સમાન હોય છે. આ શક્તિ પિરામિડના પ્રભાવમાં રહેનારા લોકોને મળે છે. પિરામિડથી પ્રકૃતિની ઉર્જા મળે છે. આ શક્તિ પિરામિડમાં રહેનારા લોકોને મળે છે. પિરામિડની નાની નાની પ્રતિકૃતિ અંદરથી ખાલી હોય છે જે વિદ્યુત ચુંબકીય વર્ગ વગેરેની ઉર્જાનું નિર્માણ કરે છે. આ જ કારણે મંદિરોનું શિખર પિરામિડ જેવું બનાવવામાં આવે છે. જેનાથી ત્યાં આવનારી વ્યક્તિઓને ઉર્જા મળે છે. 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિરામિડ બનાવવાથી મંદિરમાં કોઈ જ વાસ્તુદોષ રહેતો નથી. મંદિર પર દરેક ગ્રહોની શુભ દ્રષ્ટિ રહે છે. પિરામિડની નીચે બેસીને પ્રાર્થના કરવાથી મનને ઘણી જ શાંતિ મળે છે. એવામાં મંત્ર જાપ પણ ચમત્કારિક પ્રભાવ પાડે છે. 


આ જ કારણોથી મંદિરના શિખર પર પિરામિડનો આકાર બનાવવામાં આવે છે. જેનાથી અહીં આવનારા દરેક શ્રદ્ધાળુઓને તરત જ  આત્મીય શાંતિ પ્રાપ્ત થાય છે અને મન પ્રસન્ન થાય છે.

No comments:

Post a Comment