Monday, January 23, 2012

માથા ઉપર દુપટ્ટો શા માટે રાખવામાં આવે છે?


માથા ઉપર દુપટ્ટો શા માટે રાખવામાં આવે છે?


બધા ધર્મની સ્ત્રીઓ દુપટ્ટા કે સાડીના છેડાથી પોતાનું માથુ ઢાંકેલું રાખે છે. માથુ ઢાંકી રાખવું આપણે ત્યાં સન્માન સૂચક માનવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે. માથુ મનુષ્યના અંગોમાં સૌથી સંવેદનશીલ ભાગ હોય છે. બ્રહ્મારંધ્ર(તાળવુ) માથાની વચ્ચોવચ આવેલું હોય છે. વાતાવરણમાં સામાન્ય ફેરફારના દુષ્પ્રભાવથી બ્રહ્મારંધ્ર(તાળવા)ના ભાગથી શરીરના અન્ય અંગો પ્રવેશે છે. એ સિવાય આકાશીય વિધુતીય તરંગો ખુલ્લા માથાના વ્યક્તિની અંદર પ્રવેશી ક્રોધ, માથાનો દુખાવો, આંખોની નબળાઈ વગેરે જેવા રોગોને જન્મ આપે છે. માથાના વાળમાં રોગ ફેલાવનાર કીટાણું આસાનથી ચોટી જાય છે. કારણ કે ચુંબકીય શક્તિ આકર્ષિત કરે છે. રોગ ફેલાવનાર આ કીટાણું વાળ દ્વારા શરીરની અંદર પ્રવેશી જાય છે. જે વ્યક્તિને રોગી બનાવે છે. આ કારણે માથા અને વાળને બને તેમ ઢાંકી રાખવાનું આપણે ત્યાં પરંપરા વણાઈ ગયું છે. 


સાફો, પાઘડી અને અન્ય સાધનોથી માથાને ઢાંકવાથી કાન પણ ઢંકાઈ જાય છે. જેનાથી ઠંડી અને ગરમ હવા કાન દ્વારા શરીરમાં પ્રવેશી શકતી નથી. આમ કરવાથી ઘણા રોગો સામે બચાવ થાય છે. માથુ ઢાંકવાથી આજનો જે સૌથી મોટો રોગ ગણાય છે તે ટાલ, વાળ ઉતરવા અને ડેન્ડ્રફથી આસાનીથી બચી શકાય છે. 


આજે પણ હિન્દુ ધર્મમાં પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના સંબંધીઓના માથાના વાળ ઊતારવામાં આવે છે. જેથી મૃતકના શરીરમાંથી નિકળેલા રોગાણુ તેના વાળમાં ચોટી ન રહે. મુંડન-બોડું કરાવવાથી તેનો નાશ થઈ જાય છે. સ્ત્રીઓ વાળને સાડી કે દુપટ્ટાથી ઢાંકી રાખે છે એટલે તેઓ રોગાણુ-(રોગના કિટાણુ)થી બચી શકે છે. 


નવજાત બાળકને પણ પહેલા જ વર્ષે એટલા માટે માથાનું મુંડન કરવામાં આવે છે કે,ગર્ભાશયમાં જે ગંદકી તેના વાળમાં ચોટેલી હોય તે નિકળી જાય. મુંડનની આ પ્રક્રિયા અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે જોવા મળે છે. પૌરાણિક કથાઓમાં પણ નાયક, ઉપનાયક તથા ખલનાયકના માથા ઢાંકવા માટે મુગટ પહેરતા હતા. આજ કારણે આપણી પરંપરાઓમાં માથાને ઢાંકવાનું સ્ત્રીઓ અને પુરુષો બધા માટે જરૂરી માનવામાં આવ્યું છે.

No comments:

Post a Comment