Tuesday, January 31, 2012

આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે


આગની જયોત કે ભડકો પાણીમાં બુઝાઇ જાય છે,તેલમાં તે સળગે છે

પાણી અને તેલ બંને પ્રવાહી છે. પાણી એટલે બળી ગયેલો અથવા સળગી ગયેલો કે ઓકિસજન સાથે ભળીને સળગી ગયેલો હાઇડ્રોજન વાયુ છે, જેથી તે સળગી ગયેલો હાઇડ્રોજન ફરી વખત સળગી શકતો નથી. જયારે દીવાની જયોતને પાણીમાં બોળવામાં આવે છે, ત્‍યારે તેને હવામાંથી ઓકિસજન મળતો બંધ થાય છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન કે ઓકિસજન તેમના મૂળ ગુણો સાથે અસ્તિત્‍વ ધરાવતા નથી. જેવી રીતે ડૂબતો માણસ પાણીમાં ગુંગળાઇને મરી જાય છે, તેવું જ દીવાની જયોતનું થાય છે. ?જોકે પાણીમાં ખૂબ જ અલ્‍પ પ્રમાણમાં ઓકિસજન ઓગળેલો હોય છે, જે સળગવા માટે તથા માછલીઓને શ્ર્વાસ લેવા માટે પૂરતો હોય છે પરંતુ તે જયોતને કે ભડકાને સળગતાં રાખવા માટે પૂરતો હોતો નથી. હવાની સરખામણીમાં પાણી ગરમીનું વધુ સારું વાહક છે, એટલે કદાચ એવું પણ બને કે, જયારે કોઇ સળગતી વસ્‍તુ પાણીમાં નાખવામાં આવે અથવા તે સળગતી વસ્‍તુ ઉપર પાણી નાખવામાં આવે છે ત્‍યારે તે વસ્‍તુ કે પદાર્થ પોતાની ગરમી ઝડપથી ગુમાવી દે છે અને તેનું ઉષ્‍ણતામાન એટલું ઘટી જાય છે કે, તેટલા ઉષ્‍ણતામાને તે સળગી શકતી નથી.
જયારે પેરેફીન (તેલ) એ કાર્બન હાઇડ્રોજનનો બનેલો સંયુકત પદાર્થ છે. આ બંને તત્‍વો ઓકિસજનની સાથે બહુ જ સહેલાઇથી ભળી જાય છે, એટલે કે પૂરતી ગરમી મળતાં તરત જ તે જવલનશીલ (સળગી ઊઠે તેવા) બની જાય છે. આથી જયારે પેરેફીનમાં આગ મૂકવામાં આવે છે કે તરત જ તેમાંથી કાર્બન અને હાઇડ્રોજન ઝડપથી સળગવા માંડે છે અને તેમાંથી પાણી (હાઇડ્રોજન અને ઓકિસજનનુ સંયોજન) તથા કાર્બન ડાયોકસાઇડ (કાર્બન અને ઓકિસજનનું સંયોજન) ઉત્‍પન્‍ન થાય છે. જયારે પેરેફીનનું આ બે તત્‍વોમાં પૂરું રૂપાંતર થઇ જાય છે, પછી તે પણ સળગી શકતું નથી.

No comments:

Post a Comment