Monday, January 23, 2012

ભગવાનના ફોટા ક્યાં લગાવવા?...અને ક્યાં નહી?


ભગવાનના ફોટા ક્યાં લગાવવા?...અને ક્યાં નહી?


આપણી ધાર્મિક માન્યતા છે કે આપણા બેડરૂમમાં અર્થાત સૂવાના રૂમમાં ભગવાનની કોઈ મૂર્તિ કે ફોટો લગાવવામાં આવતા નથી. માત્ર સ્ત્રીઓને જ્યારે ગર્ભવતી હોય ત્યારે બાળગોપાળનો ફોટો લગાવવાની છૂટ આપવામાં આવે છે. ત્યારે આપણે પ્રશ્ન થાય કે, શા માટે ભગવાનના ફોટા આપણા બેડરૂમમાં લગાવવામાં નથી આવતા? ભગવાનના ફોટાઓની એવી તો કંઇ નકારાત્મક અસર થાય છે કે, જેના લીધી મનાઈ કરવામાં આવી છે?


વાસ્તવમાં આ આપણી માનસિકતાને પ્રભાવિત કરે છે. આ કારણે ભગવાનના ફોટા મંદિરમાં જ લાગવવાનું સૂચવવામાં આવ્યું છે. બેડરૂમમાં નહી. જો કે બેડરૂમ આપણો પોતાનો અંગત જિંદગીનો ભાગ છે જ્યાં આપણે આપણી સેક્સ લાઇફ પણ જોડાયેલી હોય છે. જો અહીં ભગવાનના ફોટા લગાવવામાં આવે તો આપણા મનોભાવોમાં પરિવર્તન આવવાની શંકા રહે છે. એવું પણ શક્ય છે કે આપણી અંદર વૈરાગ્ય જેવો ભાવ જાગી જાય અને આપણે આપણા દામપત્યજીવનથી વિમુખ થઈ જઈએ. એમાં આપણી સેક્સલાઇફ પણ પ્રભાવિત થઈ શકે અને ગૃહસ્થ જીવનમાં અશાંતિ ઉત્પન્ન થઈ શકે છે. આ કારણે જ ભગવાનના ફોટો મંદિરમાં જ રાખવાની સલાહ આપવામાં આવી છે. 


જ્યારે ગર્ભવતી સ્ત્રીઓ હોય છે ત્યારે ગર્ભમાં ઊછરી રહેલા બાળકોમાં સારા સંસ્કારો પાડવા માટે બેડરૂમમાં બાળગોપાળના ફોટા લગાવવામાં આવે છે. જેથી તેને જોઈ ગર્ભવતી મહિલાના મનમાં સારા વિચારો આવે અને તે કોઈપણ દુર્ઘટના, ચિંતા અને પરેશાનીથી દૂર રહે. માતાની સારી શારીરિક માનસિકતાની અસર બાળકના વિકાસ ઉપર પડે છે.

No comments:

Post a Comment