Monday, January 23, 2012

સવારે જલ્દી ઉઠવું જોઈએ કેમ કે..


સવારે જલ્દી ઉઠવું જોઈએ કેમ કે..


24 કલાકનો એક દિવસ અને એક દિવસમાં આપણે અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ. દિવસે કાર્ય પૂર્ણ કર્યા બાદ રાત્રે આપણે થાકનો અનુભવ કરીએ છીએ. સારી તંદુરસ્તી માટે યોગ્ય સમય પર ઉંઘી જવું અને યોગ્ય સમય પર ઉઠી જવું ખૂબ જરુરી છે. ઉંઘ લેવાથી સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય છે અને એટલા માટે જ જલ્દી સુઈ જવું અને સવારે સૂર્યોગય પહેલા ઉઠી જવું યોગ્ય રહેશે.
પહેલાના સમયમાં સવારે જલ્દી ઉઠી જવાની પરંપરા હતી. રુષિ મુનીઓ અને વિદ્વાનો અનુસાર બ્રહ્મ મૂહુર્તમાં ઉઠવાનું મહત્વ વિશેષ દર્શાવવામાં આવ્યું છે. રાત્રે અંતિમ પ્રહરને બ્રહ્મ મૂહુર્ત કહેવામાં આવે છે. એ અનુસાર આ સમય સવારે ઉઠવાનો સર્વશ્રેષ્ઠ સમય છે. 


એમ માનવામાં આવે છે કે સવારે જલ્દી ઉઠવાથી સૌંદર્ય, બુદ્ધિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. સવારનું વાતાવરણ આપણી તંદુરસ્તી માટે ફાયદાકારક હોય છે. વાહનોમાંથી નીકળનારો ધુમાડો વાતવારણને પ્રદૂષિત કરે છે . તે આપણા શરીર અને મન બંનેને ફાયદો કરાવે છે. આયુર્વેદ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી સારી તંદુરસ્તી પ્રાપ્ત થાય છે. શક્તિનો સંચાર પ્રાપ્ત થાય છે. આ જ કારણે આ સમયે વહેનારી વાયુ અમૃત સમાન માનવામાં આવે છે. આ ઉપરાંત અધ્યયન માટે તે સર્વોત્તમ માનવામાં આવે છે. કેમ કે રાત્રે આરામ બાદ સવારે આપણે જ્યારે ઉઠીએ ત્યારે મસ્તિષ્કમાં તાજગી રહે છે. ધાર્મિક કાર્ય પર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે છે. આ જ કારણે સવારે આરતી બાદ પૂજનનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. 

No comments:

Post a Comment