Monday, January 23, 2012

મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?


મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કેમ કરવામાં આવે છે?


વાસ્તવમાં તે પૂર્ણત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વિજ્ઞાન માને છે કે ધાર્મિક અનુષ્ઠાનો અને મંત્રોથી કોઈ પત્થરમાં પ્રાણ ના નાખી શકાય પરંતુ આ પણ આશ્ચર્યનો વિષય છે કે પ્રાણ પ્રતિષ્ઠાઓનું અનુષ્ઠાન પત્થરની પ્રતિમાઓને જાગૃત કરવા માટે કરવામાં આવે છે. વાસ્તવમાં આ પ્રક્રિયા પત્થરોમાં પ્રાણ નથી ફુંકતી પરંતુ તેને જાગૃત કરે છે, સિદ્ધ થવાનો અનુભવ કરાવે છે.આ પ્રક્રિયામાં કેટલાય વિદ્વાનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરનારા સ્થળોએ વૈદિક મંત્રો અને ધ્વની નાદ કરે છે. પ્રતિમાનો અનેક રીતે અભિષેક કરીને તેનો દોષનું શમન કરવામાં આવે છે.


આ વાસ્તુ આધારિત છે.તેમાં પ્રતિમાની આસપાસ અને જે સ્થળે તેની સ્થાપ્ના કરવામાં આવે છે ત્યાં મંત્રો અને શંખ-ઘંટના નાદથી ધ્વનિનું પ્રદૂષિત રુપ નાશ પામે છે. આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. મંદિરમાં જે શાંતિનો અનુભવ થાય છે એ વૈદિક મંત્રો અને શંખ આદિના ધ્વનિથી ઉત્પન્ન થાય છે. તેને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે.ત્યાર બાદ માનવામાં આવે છે કે આ પ્રતિમામાં ખુદ દેવતા સ્થાપિત કરવામાં આવ્યા છે, તેનાથી આપણા મનમાં તેમના પ્રતિ શ્રદ્ધા અને આસ્થાનો ભાવ જાગે છે. જેમાં આ વાતાવરણ  
સહાયક બને છે.

No comments:

Post a Comment