Monday, January 23, 2012

હળદરનો ઉપયોગ શુભ કેમ માનવામાં આવે છે?


હળદરનો ઉપયોગ શુભ કેમ માનવામાં આવે છે?


હળદરની નાની ગાંઠમાં મોટા ગુણ હોય છે. કદાચ એવું કોઈ ઘર ન હોય જ્યાં હળદરનો ઉપયોગ થતો ન હોય. પૂજા-અર્ચનાથી લઈને કૌંટુબિંક સંબંધોની પવિત્રતા માટે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજામાં હળદરનું તિલક અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. હળદરનો સૌથી વધુ ઉપયોગ દૈનિક ભોજનમાં થાય છે. સ્વાસ્થ્ય માટે હળદર રામબાણ છે. હળદરનો ઉપયોગ શરીરમાં ખૂનને સ્વચ્છ કરે છે. હળદરના ઉપયોગથી અનેક અસાધ્ય બીમારીઓમાં ફાયદો મળે છે.


ભોજનમાં ઉપયોગ ભોજનનો સ્વાદ વધારે છે. તંત્ર-જ્યોતિષમાં પણ હળદરનું મહત્વપૂર્ણ સ્થાન છે. તંત્રશાસ્ત્ર પ્રમાણે બગલામુખી પીતિમાની દેવી છે. તેના મંત્રનો જાપ પીળા વસ્ત્રોમાં તથા હળદરની માળાથી થાય છે. હિન્દુ ધર્મ દર્શનમાં પણ હળદરને પવિત્ર માનવામાં આવે છે. બ્રહ્મણોમાં પહેરવામાં આવતી જનોઈ હળદરના રંગ્યા વગર પહેરવામાં નથી આવતી. જ્યારે પણ જનોઈ બદલવામાં આવે છે ત્યારે હળદરના રંગની જનોઈ પહેરવાની પ્રથા છે. એમાં બધા પ્રકારના કલ્યાણની ભાવના સમાયેલી હોય છે. શારીરિક સૌંદર્યને નિખારવા માટે પણ હળદરનું મહત્વ ઘણું છે. આજે પણ ગામડાઓમાં નહાયા પહેલા શરીર ઉપર હળદરનો લેપ લગાવવાનું ચલણ છે. કહેવાય છે કે તેનાથી શરીરની ક્રાંતિમાં વધારો થાય છે અને અવયવો કસાયેલા બને છે.


હળદરને શુભતાનો સંદેશ આપનાર માનવામાં આવે છે. આજે પણ કાગળ ઉપર લગ્નનું નિમંત્રણ છપાવીને મોકલવામાં આવે છે, ત્યારે પણ નિમંત્રણ પત્રિકાના કિનારે હળદરના રંગથી સ્પર્શ કરીને મોકલવામાં આવે છે. કહેવાય છે કે, તેનાથી સંબંધોમાં મજબૂતાઈ આવે છે. વૈવાહિક કાર્યક્રમોમાં પણ હળદરનો ઉપયોગ થાય છે. વર અને કન્યાના લગ્ન પહેલા હળદરની પીથી-લેપ લગાવી વૈવાહિક કામ પૂરું કરવામાં આવે છે. આટલા બધા ગુણોને લીધે હળદરને પવિત્ર માનવામાં આવે છે.

No comments:

Post a Comment