Monday, January 23, 2012

લગ્નની કંકોત્રી, સૌથી પહેલા કોને અને શા માટે આપવામાં આવે છે?


લગ્નની કંકોત્રી, સૌથી પહેલા કોને અને શા માટે આપવામાં આવે છે?


ભારતીય પંરપરામાં દરેક કામની શરૂઆતમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. પછી તે ભણતર હોય કે વાહનની ખરીદી, વેપાર-ધંધો હોય કે લગ્ન પ્રસંગ દરેક કામમાં ગણપતિને સૌ પ્રથમ આમંત્રિત કરવામાં આવે છે. 


એવું કયું કારણ છે કે આપણે ગણપતિ વગર કોઈ જ કામ કરતા નથી ? આખરે ગણપતિને સૌપ્રથમ પૂજવાનું કારણ શું છે ? ગણપતિને સૌ પ્રથમ પૂજવા પાછળનું એક સૌથી મોટું દાર્શનિક કારણ છે, આપણે તેની તરફ ધ્યાન નથી આપતા, આ મર્મ પાછળ શું રહસ્ય છુપાયેલું છે. જો કે હકીકતમાં ગણપતિ બુદ્ધિ અને વિવેકના દેવતા ગણવામાં આવે છે. બુદ્ધિથી જ વિવેક આવે છે અને જ્યારે બંને સાથે હોય તો કોઈ પણ કામ કરવામાં આવે તેમાં સફળતા નિશ્ચિતપણે પ્રાપ્ત થાય છે. આપણે ગણપતિને પૂજીએ છીએ તો તેની સાથે એવા આશીર્વાદ પણ માગીએ છીએ કે આપણી બુદ્ધિ સ્વસ્થ્ય રહે અને આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકીએ જેથી આપણે આપણા કામમાં સફળતા મળે. 


તેની પાછળનો સંદેશો એ છે કે તમે જ્યારે પણ કોઈ કામ શરૂ કરો ત્યારે તમારી બુદ્ધિને સ્થિર રાખો. એટલે ગણપતિજીનો ફોટો પણ નિમંત્રણ કાર્ડમાં બનાવવામાં આવે છે. ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. લગ્ન જેવાં મોટા પ્રસંગોનું આયોજન વગર અડચણે પૂરું થાય એટલે સૌથી પહેલા શ્રીગણેશને પીળા ચોખા અને લાડુંનો ભોગ આપી આખો પરિવાર એકઠો થઈ તેમને લગ્નમાં પધારવા માટે પ્રાર્થના કરે છે. જેથી લગ્નમાં બધા ગજાનનની કૃપાથી ખુશ રહે.

No comments:

Post a Comment