ઘરમાં તુલસી શા માટે અને ક્યાં વાવવી?
મોટાભાગના હિંન્દુ ઘરોમાં તુલસીનો છોડ ચોક્કસ જોવા મળતો હોય છે. આપણે ત્યાં તુલસી ઘરના આંગણામાં વાવવાની પ્રથા હજારો વર્ષ જૂની છે. તુલસીને દેવીનું રૂપ માનવામાં આવે છે. સાથે એવી માન્યતા છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી ઘરના લોકોને બાહ્ય નકારાત્મક અસર પ્રભાવિત કરી શકતી નથી. સાથે અન્ય પ્રકારની નકારાત્મક દુષ્ટ અસરથી ઘર અને ઘરના લોકોથી દૂર રહે છે.
તુલસીનું વૈજ્ઞાનિક મહત્તઃ-
તુલસીનું ધાર્મિક મહત્વ તો હજારો વર્ષ જૂનું છે પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તુલસીનું ઔષધિય રીતે પણ આગવું મહત્વ છે. આયુર્વેદમાં તુલસીને સંજીવની બુટી સમાન માનવામાં આવે છે. તુલસીમાં એવા અનેક ઔષધિય ગુણો છે જેનાથી મોટી-મોટી આસાધ્ય બીમારીઓ દૂર કરવા અને તેને અટકાવવા માટે મદદ મળે છે. તુલસીનો છોડ ઘરમાં હોય તો તેની સુગંધ વાતાવરણને પવિત્ર બનાવે છે અને વાતાવરણમાં રહેલા બીમારી ફેલાવતા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે. તુલસીની સુગંધ આપણને શ્વાસને લગતા રોગોથી બચાવે છે અને તુલસીના એક-બે પાનડાં રોજ ખાવાથી આપણને ક્યારેય તાવ નથી આવતો તથા આ પ્રકારના અનેક રોગોથી હંમેશા દૂર રહી શકાય છે. તુલસીના પાન રોજે રોજ ખાવાથી આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો ખૂબ વધારો થાય છે.
No comments:
Post a Comment