Monday, January 23, 2012

માતા સરસ્વતીની પૂજા, વસંત પંચમી ઉપર શા માટે?


માતા સરસ્વતીની પૂજા, વસંત પંચમી ઉપર શા માટે?


હેવાય છે કે, બ્રહ્માએ વિષ્ણુની આજ્ઞાથી સૃષ્ટિનું સર્જન કર્યું અને તેમાંય માનવીની રચના કર્યા પછી જ્યારે બ્રહ્માએ પોતાના સર્જનને જોયું ત્યારે તેમને લાગ્યું કે કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન-મૌન લાગે છે. વિષ્ણુ ભગવાન પાસેથી અનુમતિ મેળવી તેમને ચતુર્ભુજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રામાં હતો. બીજા બે હાથમાં પુસ્તક અને એક માળા હતી. 




બ્રહ્માએ દેવીને વીણા વગાડવાનો અનુરોધ કર્યો. દેવીએ જેવી વીણા વગાડવાનું શરૂ કર્યું, વીણીના મધુર નાદ(અવાજ)થી સંસારના બધા જ જીવ-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન ચાલવામાં સરસરાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માએ આ દેવીને વાણીની “દેવી સરસ્વતી” એવું નામ આપ્યું.




સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આ દેવી વિદ્યા અને બુદ્ધિ પ્રદાન કરનાર છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેને સંગીતની દેવી પણ કહેવાય છે. વસંત પંચમીના દિવસે તેનો જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનો વૈભવ અદભૂત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીનો દિવસ માતા સરસ્વતીનો જન્મદિવસ માનવામાં આવે છે એટલે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.

1 comment:

  1. This is a better-quality article as they all are. I make fun of been wonder wide this an eye to some beat now. Its great to receive this info. You are fair and balanced.
    BMW 740 AC Compressor

    ReplyDelete