Monday, January 23, 2012

નવરાત્રિ નવ દિવસ જ કેમ હોય છે?


નવરાત્રિ નવ દિવસ જ કેમ હોય છે?


ઋતુ વિજ્ઞાન પ્રમાણે બંને મહિના(ચૈત્ર અને આસો) ગરમી અને ઠંડીના સંધિવાળા મહત્વપૂર્ણ મહિના હોય છે. ઠંડીની શરૂઆત આસોથી થઈ જાય છે. અને ગ્રીષ્મની શરૂઆત ચૈત્રથી ગરમીની. વસંત ઋતુ ચૈત્ર શુક્લ એકમથી શરૂ કરી નવ દિવસ ચૈત્ર નવરાત્રિના નામે પ્રસિદ્ધ છે. નવ શબ્દ નવીન અર્થક અને નવની સંખ્યાનું પ્રતીક છે. આથી નવ સંવત્સરનો શરૂઆતના દિવસ હોવાને કારણે ઉક્ત દિવસોને નવો કહેવો યોગ્ય છે. તથા દુર્ગા માતાના અવતારોની સંખ્યા પણ નવ હોવાથી નવ દિવસ સુધી ઉપાસના કરવામાં આવે છે.


ખેતી પ્રધાન દેશ ભારતમાં આસો અને ચૈત્ર મહિનો ખાસ મહત્વ ધરાવે છે. ચૈત્રમાં અષાઢી પાક અર્થાત્ ઘઉં, જવ વગેરે અને આસોમાં શ્રાવણી પાક તૈયાર થઈને ઘરમાં આવે છે. આથી આ બંને અવસરો ઉપર નવ દિવસ સુધી માતાની આરાધના કરવામાં આવે છે. આમ તો એકવર્ષમાં ચાર નવરાત્રિ હોય છે એમાંથી બે ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. અને બે નવરાત્રિમાંથી પણ ચૈત્ર નવરાત્રિને મોટી માનવામાં આવે છે. નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ચાલે છે કારણ કે મૂળ રીતે દેવીના ત્રણ સ્વરૂપ હોય છે.


આ નવ દિવસોમાં ત્રણ દેવીઓ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પહેલા ત્રણ દિવસ પાર્વતીના ત્રણ સ્વરૂપો(કુમાર, પાર્વતી અને કાલી) બીજા ત્રણ લક્ષ્મી માતાના સ્વરૂપો અને છેલ્લે ત્રણ દિવસ સરસ્વતી માતાના ત્રણ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે નવરાત્રિમાં નવ દિવસ સિદ્ધિ પ્રાપ્ત અને કુંડલીને જાગૃત કરવાના દિવસ હોય છે. આ નવ દિવસોમાં માતાના પૂજન પહેલા દિવસે મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. આ પ્રકારે નવ દિવસ નવ નિર્માણ ચક્રની જાગૃતિ થાય છે. આ નવ દિવસ વિશેષ સિદ્ધિદાયક હોય છે. એટલે નવરાત્રિ નવ દિવસની હોય છે.

No comments:

Post a Comment