Tuesday, January 31, 2012

દીવાલોમાં ઇંટોની ગોઠવણી કેવી હોય છે ?


દીવાલોમાં ઇંટોની ગોઠવણી કેવી હોય છે ?
મકાનોમાં કે બીજાં બાંધકામોમાં જે ઇંટો વાપરવામાં આવે છે તે સામાન્‍ય રીતે ૯ ઇંચ લાંબી, ૪.૧/૨ ઇંચ પહોળી અને ૨.૩/૪ ઇંચ જાડી હોય છે. ઇંટથી ચણનારો કડિયો આ ઇંટોને ગારા (MORTAR) થી જોડે છે કે સાંધે છે. આવો ગારો MORTAR પાણીમાં ચૂના અને રેતીનું અથવા પાણી સાથે સિમેન્‍ટ અને રેતીનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. આ ગારો કંઇ ઇંટના ચણતરની મજબૂતાઇ નથી, પરંતુ તે તો તેની નબળાઇ છે. ગારાથી કરવામાં આવતા આવા સાંધા નબળા હોય છે, એટલે કડિયો સીધેસીધી એક ઇંટ ઉપર બીજી ઇંટ મૂકીને ઇંટોને ગોઠવતો નથી.
જો આવી રીતે એક ઇંટની બરાબર ઉપરાઉપરી જ ઇંટો ગોઠવવામાં આવે અને આવા બાંધકામવાળી દીવાલની ઉપર લોખંડના ગર્ડર કે થાંભલા મૂકવામાં આવે તો તેમના ભારથી ઇંટોને સાંધનારા બધા સાંધા છૂટા પડી જશે અને દીવાલ કડૂડૂભૂસ તૂટી પડશે. આવું જ બને તે માટે ઇંટનું ચણતરકામ BOND બાંધણી અથવા જોડાણ પદ્ઘતિ મુજબ કરવામાં આવે છે. આ પદ્ઘતિમાં ઇંટોની એક લાંબી હાર ગોઠવવામાં આવે છે અને તેની બીજી હાર બરાબર જે તે ઇંટની ઉપર નહીં પરંતુ છેડા ઉપર ઊભી ગોઠવવામાં આવે છે. આવી એક આડી-ઊભી હાર પૂરી થતાં વચમાં જે ખાલી જગ્‍યા રહે તેમાં ઇંટોના ટૂકડા મૂકવામાં આવે છે. આવું કરવાથી ચણતરકામ મજબૂત બને છે અને તેના સાંધા થાંભલાના વજનથી છૂટા પડતા નથી.

No comments:

Post a Comment