ભગવાનને અગરબત્તી કેમ અને ક્યારે પેટાવવી?
દરેક સમસ્યાના નિવારણ માટે દરેક દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. પૂજન- અર્ચન માટે વિભિન્ન વિધી દર્શાવવામાં આવી છે. આ વિધીઓનું મહત્વપૂર્ણ અંગ છે ભગવાનને અગરબત્તી પેટાવવી.
મોટા ભાગે લોકો દરરોજ વિધી- વિધાનથી ભગવાનની પૂજા ભલે ના કરે પરંતુ ઈશ્વર સામે અગરબત્તી અવશ્ય કરે છે. ભગવાનને અગરબત્તી પેટાવવી એ પણ એક પૂજાનો જ ભાગ છે.
અગરબત્તી પેટાવવાનું ધાર્મિક મહત્વ એ છે કે તે ઈશ્વરને યાદ કરવાનું પ્રતિક સૂચવે છે. તેની આરાધનાની સાથે તેનું એક નિશ્ચિત મહત્વ પણ છે. અગરબત્તીની સુગંધિત સુવાસ ઘરના વાતાવરણને મહેકાવે છે. પહેલાના સમયમાં અગરબત્તી અનેક ઔષધીઓ ભેળવીને બનાવવામાં આવતી હતી. અગરબત્તી પેટાવવા પર જે ધુમાડો નીકળતો હતો તેમાં ઔષધીઓના ગુણ પણ ભેળવવામાં આવ્યા છે. જેનાથી ઘરમાં ફેલાયેલા સૂક્ષ્મ કીટાણુઓનો પ્રભાવ નષ્ટ થાય છે જે કીટાણુઓ આપણી તંદુરસ્તીને હાનિ પહોંચાડે છે.
No comments:
Post a Comment