Tuesday, January 31, 2012

અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ


અજવાળા કરતાં અંધારામાં આપણે સહેલાઇથી ઊંઘીએ છીએ

અજવાળા કરતાં અંધારામાં આપણે શા માટે ઝડપથી / સહેલાઇથી ઊંઘીએ છીએ?
દુનિયાનો દરેક પદાર્થ જો તે પૂરતો પાતળો હોય તો પોતાનામાંથી તે થોડો કે વધુ પ્રકાશ પસાર થવા દે છે, અથવા તેનામાંથી પ્રકાશ પસાર થાય છે. ઊંઘતી વખતે આપણે આંખો બંધ કરીએ છીએ ત્‍યારે આંખો પોપચાનું ઢાંકણ કે આવરણ આવી જાય છે. આપણી આંખોનાં પોપચાં પાતળાં હોવાં જોઇએ, કારણ કે, જો આપણે કશુંક જોવું હોય તો આપણે તેને ઊંચે લઇ જવાં પડે છે, રાખવાં પડે છે. જો આ પોપચાં જાડાં હોય તો તે વજનમાં પણ એટલાં ભારે હોય કે, આપણને આંખો ખુલ્‍લી કે ઉઘાડી રાખવામાં ઘણી મહેનત અને મુશ્‍કેલી પડે.
આ પોપચાં પાતળાં હોવાથી તે અપારદર્શક હોતાં નથી. જો તે કોઇ કાળા પડદા જેવા ઘેરા કે અપારદર્શક હોત તો આપણે અંધારાની પેઠે પ્રકાશમાં,અજવાળામાં પણ સહેલાઇથી ઊંઘી શકીએ, કારણ કે પોપચાં બીડતાં જ આપણે પૂરેપૂરા અંધારામાં આવી જઇએ, પરંતુ એવું નથી. આપણી આંખોનાં પોપચાં પ્રકાશને પોતાની આરપાર સારા પ્રમાણમાં પસાર થવા દે છે, જેથી આંખોમાં પ્રકાશ પ્રવેશી શકતો ન હોવાથી આપણે બહુ સહેલાઇથી ઊંઘી શકીએ છીએ.
આંખો બંધ કરેલી રાખી હોય અને મકાનની બારી ખુલ્‍લી રાખી હોય ત્‍યારે આપણને ખાતરી થશે કે, પ્રકાશનાં કિરણો આંખોમાં પ્રવેશે છે.

No comments:

Post a Comment