ગ્રહણ બાદ સ્નાન કેમ જરુરી છે?
સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણની પરિસ્થિતીઓમાં સ્નાન અતિઆવશ્યક છે. હિંદુ ધર્મ અનુસાર ગ્રહણકાળ દરમ્યાન આપણું શરીર અપવિત્ર થાય છે. ગ્રહણ સમાપ્તિ બાદ આપણું શરીર પુન: પવિત્ર કરવા માટે સ્નાન આવશ્યક છે.
સૂર્ય ગ્રહણનો સમય એવો હોય છે જ્યારે સૂર્યના કિરણો સીધા આપણા સુધી નથી પહોંચતા. સૂર્ય ગ્રહણ દરમ્યાન સૂર્ય પૂર્ણ સ્વરુપમાં નથી દેખાતો. પરંતુ જે ભાગ દેખાય છે તે ભાગમાંથી નિકળનારી કિરણો ખૂબ ઘાતક હોય છે. આ કિરણોના પ્રભાવથી વાતાવરણમાં અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રિય થાય છે. આ દરમ્યાન વાતાવરણમાં અનેક પ્રકારના કિટાણુ પણ પેદા થાય છે. જે આપણા શરીરને નુક્સાન પહોંચાડે છે. આ કિટાણુઓના પ્રભાવથી આપણામાં અનેક બિમારીઓ પેદા થઈ શકે છે. સામાન્ય આંખોથી ન દેખાનારા આ કિટાણુંઓ આપણા શરીર પર ચોંટી જાય છે. આ વિષ ધરાવતા કિટાણુઓ નષ્ટ થાય એ માટે ગ્રહણકાળ દરમ્યાન નહાવું આવશ્યક છે.
ધર્મ અનુસાર ગ્રહણ બાદ આપણું શરીર અશુદ્ધ બની જાય છે. ગ્રહણ બાદ જ્યારે આપણે સ્નાન નથી કરી શકતા ત્યાં સુધી આપણે
પુણ્યનું કામ નથી કરી શકતા. આ જ કારણે ગ્રહણ કાળ બાદ સ્નાન અતિઆવશ્યક છે.
No comments:
Post a Comment