Monday, January 23, 2012

માળા જપવાથી શું ફાયદો થાય છે?


માળા જપવાથી શું ફાયદો થાય છે?


જાપ કોઇ શબ્દ અથવા મંત્રને બીજીવાર બોલવાની જ ક્રિયા નથી.આ પૂજા-પાઠની પરંપરાનો એક ભાગ છે અને વિજ્ઞાન પણ છે.જ્યારે આપણે કોઇ શબ્દને વારંવાર બોલીયે તો તેને જાપ કર્યુ કહેવાય છે.પૂજા પધ્ધ્તિમાં જાપ માધ્યમ દ્વારા ભગવાનના સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.


રામ,કૃષ્ણ,શિવ,દુર્ગા,હનુમાન વગેરે દેવતાઓની જાપની પંપરા મળે છે.જાપના માધ્યમ દ્વારા અંદરની શક્તિને જાગ્રુત કરી શકાય છે.ચાલો જોઇએ જાપ દ્વારા કેવી રીતે આપણે નવી ઉર્જાથી ભરી શકીયે છીએ.જાપ કરવાના ત્રણ પ્રકાર છે.


1. વાચિક- જ્યારે કોઇ શબ્દ અથવા મંત્રને અવાજ સાથે બોલવામાં આવતો હોય.


2. ઉપાંશુ- મોઢામાંથી અવાજ ન નીકળતો હોય જીભથી શબ્દને બોલવા.


3.-માનસિક- માત્ર મન દ્વારા જ કોઇ શબ્દ અથવા મંત્રને બોલવા.જાપના ફાયદા-જાપ કરવાથી આપણી અંદર સુતેલી આધ્યાત્મિક શક્તિ જાગે છે.જેનાથી પૂજામાં થવાની અનૂભુતિ વધારે નજીકથી અનુભવ કરી શકાય છે. ભગવાનની અનુભુતિની નજીક પહોંચવામાંટે બધા જ ધર્મ અને સંપ્રદાયોએ જાપનો રસ્તો આપનાવ્યો છે.ચૈતન્ય મહાપ્રભુએ જાપને ઘણુ મહત્વ આપ્યું.
શ્રી રામક્રૂષ્ણ પરમહંસના મત મુજબ એકાગ્ર બનીને પ્રભુ નામનું જાપ કરવાથી અનેક રૂપના દર્શન અને સાક્ષાતકાર પણ થાય છે.વૈજ્ઞાનિકની દ્રષ્ટિમાં પણ જાપના પ્રભાવ સિધ્ધ મળ્યા છે.સામન્ય રીતે કઠીન સમયમાં ભગવાનના જાપ શરૂ કરીએ છીએ જેનાથી આપણામાં કંઈક શક્તિ મળે છે, એક અંજાની સુરક્ષાની ભાવના પેદા થાય છે. જ્યારે અચાનક શરૂ કરેલ જાપનો પ્રભાવ 
આટલો થાય છે તો નિયમિત જાપની શક્તિનુ અનુમાન લગાવી શકાય છે.

No comments:

Post a Comment