Monday, January 23, 2012

કયો ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો? શા માટે


કયો ગ્રંથ ઘરમાં રાખવામાં નથી આવતો? શા માટે


આપણે કેવું જીવન જીવવું જોઈએ? આપણા વિચારો કેવા હોવા જોઈએ? આપણા કર્તવ્ય અને અધિકાર કયાં છે? એવા તો અનેક પ્રશ્નોનો જવાબ આપણા ગ્રંથો અને ધર્મશાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. આ કારણે જ બધાને ગ્રંથોનું અધ્યયન કરવાની સલાહ આપવામાં આવે છે. જીવનમાં ગમે તેવી પરેશાનીઓ હોય પણ શાસ્ત્રોમાં તેનો ઉકેલ ચોક્કસ આપવામાં આવ્યો છે.


મોટાભાગના હિન્દુ પરિવારોમાં ધર્મ ગ્રંથનું નામ પડે એટલે રામચરિતમાનસ કે પછી શ્રીમદ ભાગવત પુરાણ જ મળે, મહાભારત જેને પાંચમો વેદ માનવામાં આવે છે તેને ઘરમાં નથી રાખવામાં આવતો. વડીલો-વૃદ્ધોને આ પ્રશ્ન પૂછવામાં આવે તો તેઓ કહે છે કે, મહાભારત ઘરમાં રાખવાથી ઘરનો માહોલ બગડી જાય છે. ભાઇઓમાં ઝઘડા થાય છે. 


શું સાચે જ એવું થતું હોય છે? જો એવું નથી તો પછી હકીકત શું છે? શા માટે રામાયણને ઘરમાં સ્થાન આપવામાં આવે છે ને મહાભારતને નહીં ?


વાસ્તવમાં મહાભારત સંબંધો ઉપર આધારિત ગ્રંથ છે. પારિવારિક, સામાજિક અને વ્યક્તિગત સંબંધોનો ગ્રંથ. આ ગ્રંથમાં ઘણી એવી વાતો છે જે સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ નથી સમજી શકતો. પાંચ ભાઈઓમાં પાંચ અલગ-અલગ પિતાથી લઈને એક જ સ્ત્રીના પાંચ પતિઓની વાત હોય, તેમાં બધા જ સંબંધો એટલા ઝીંણા ગુંથેલા છે કે સામાન્ય માણસ તેની ગંભીરતા અને પવિત્રતા નથી સમજી શકતો. આ બાબતોને સામાન્ય માણસો વ્યાભિચાર માને છે અને તેનાથી સમાજમાં સંબંધોનું પતન થઈ શકે છે. એટલે ભારતીય મનુષ્યોને મહાભારતને ઘરમાં રાખવા ઉપર મનાઈ કરવામાં આવી છે. કારણ કે દરેક વ્યક્તિ આ ગ્રંથમાં બતાવેલ સંબંધોની પવિત્રતા સમજી શકતો નથી. 


એમાં જે ધર્મનું મહત્વ બતાવવામાં આવ્યું છે તે પણ સામાન્ય બુદ્ધિવાળો વ્યક્તિ નથી સમજી શકતો. તેની માટે ઊંડા અધ્યયન અને ગંભીર ચિંતનની જરૂરિયાત રહે છે.

No comments:

Post a Comment