Tuesday, January 31, 2012

મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળમાં શા માટે દેખાય છે


મેઘધનુષ હંમેશા અર્ધવર્તુળમાં શા માટે દેખાય છે

તોફાની હવામાન સાથે વરસાદ પડ્યા બાદ ક્યારેક મેઘધનુષ રચાય છે. ધરતી પર રહીને જોતાં તે અર્ધવર્તુળ જણાય, છતાં આકાશમાં બહુ ઊંચા લેવલે ઊડતા પાયલટને ઘણી વખત આખું વર્તુળ પણ જોવા મળે છે. વરસાદ પછી વાતાવરણમાં ટકી રહેલા સૂક્ષ્‍મ ભેજકણો સૂર્યપ્રકાશ માટે ત્રિપાર્શ્વ કાચનો પાઠ ભજવે છે. સૂર્યનું દરેક કિરણ જે તે ભેજકણમાં દાખલ થવાના સમયે જરા વક્રીભવન પામે છે, ભેજકણની આંતરિક સપાટી જોડે ટકરાયા બાદ પ્રતિબિમ્બિત થાય છે અને બહાર નીકળતી વખતે ફરી વક્રીભવન પામે છે. ત્રિપાર્શ્વકાચનો જ એ સિધ્‍ધાંત થયો, માટે સૂર્યપ્રકાશ ‘જાનીવાલીપીનારા‘ એમ સાત રંગોમાં વહેંચાય છે.
મેઘધનુષમાં પહેલી (ઉપલી) રિંગ લાલ રંગે દેખાવાનું કારણ અહીં રેખાંકનમાં સમજાવ્‍યું છે. ભેજકણ દ્વારા લાલ કિરણો જરા મોટા ખૂણે રિફલેક્ટ થાય છે, જ્યારે ભૂરા કિરણો સહેજ છીછરા ખૂણે બહાર નીકળે છે. જોનારની આંખમાં જે કિરણો બરાબર સીધ પકડીને સમાય એ જ રંગ તેને દેખાય, એટલે નીચા લેવલના ભેજકણો જ એ વ્‍યક્તિને ભૂરો રંગ જોતો કરી શકે છે. કિરણોની સીધ હંમેશા અર્ધવર્તુળના કે પૂર્ણવર્તુળના જ હિસ્‍સામાં પકડાતી હોય છે. પરિણામે મેઘધનુષનો આકાર પણ કુદરતી રીતે એ જાતનો બને.

No comments:

Post a Comment