Monday, January 23, 2012

કેમ કરવામાં આવે છે લગ્ન પહેલા સગાઈ?


કેમ કરવામાં આવે છે લગ્ન પહેલા સગાઈ?


લગ્ન બે વિપરીત લિંગોને ફક્ત શારિરીક રુપથી નહીં ભાવનાત્મક રુપથી પણ જોડે છે. તેમાં ફક્તિ બે વ્યક્તિઓ જ નહીં સમાજ પણ એકબીજાના નવા સંબંધમાં બંધાય છે.એટલે જ લગ્નને સામાજિક સ્વરુપ માનવામાં આવ્યું છે. 


લગ્નન જેવા એક પવિત્ર બંધનમાં બંધાયા બાદ બે વ્યક્તિઓ એક સાથે પોતાની નવી જિંદગીની શરુઆત કરે છે. સીધી વાત છે કે એકબીજાને જાણ્યા વગર સમજ્યા વગર તમે જિંદગીની ગાડી એક સાથે ચલાવી ના શકો. 


જ્યારે બે સમાજ કે સમુદાય લગ્નના પવિત્ર બંધનના કારણે એક થાય છે ત્યારે તેમાં વૈચારિક અને સૈદ્ધાંતિક મતભેદ આવે છે. બંનેના રીત રિવાજો ખૂબ અલગ હોય છે. બંનેની ધાર્મિક માન્યતાઓમાં અંતર હોય છે. 




બંને એકબીજાને સમજવાનો પૂરતો સમય ના આપે તો તે બંને વચ્ચે અંતર પડે છે અને મતભેદ પણ વધે છે. એવામાં લગ્નની સામાજિક માન્યતા પર પ્રશ્નાર્થચિન્હ આવી જાય છે. 




આ અપ્રિય સ્થિતીથી બચવા માટે લગ્ન પહેલાં સગાઈ કરવી આવશ્યક છે. સગાઈથી લગ્ન થયા સુધી એકબીજાને સમજવા માટે તથા તેમની માન્યતાઓને સ્વીકારવી પણ જરુરી છે. 
આ જ સમય હોય છે જ્યારે ભાવિ દંપતિ એકબીજાની સાથે સામન્જસ્ય સ્થાપિત કરીને નવા જીવનની શરુઆત કરે છે. માનસિક અને શારિરીક સ્વરુપથી તેઓ વધુ દ્રઢ થાય છે. 


સગાઈ બાદ એક એવી માન્યતા પણ છે કે ભાવિ દંપતિ એકબીજાને જાણી શકે છે, પોતાનામાં સંવાદ સ્થાપિત કરી શકે છે અને 


ભાવિ જીવનને વધુ સુદ્ઢ બનાવવાની પ્રેરણા મેળવી શકે છે. લગ્ન પહેલા એટલા માટે જ સગાઈ કરવાની પ્રથા પ્રચલિત છે.

No comments:

Post a Comment