Tuesday, January 31, 2012

અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?


અરીસામાં ચહેરો કેવી રીતે દેખાય છે ?

સૂર્યનો પ્રકાશ દરેક જગ્‍યાએ પડે છે. બારીના કાચમાંથી તે સીધેસીધો પસાર થઈ જાય છે, પરંતુ પ્રકાશ આપણા પર પડે છે ત્‍યારે
તે ચમકતો નથી કે ઝગમગતો નથી. પ્રકાશ આપણા સુધી આવે છે અને પછી પાછો ફેંકાઈ જાય છે. અરીસામાં પણ પ્રકાશ પાછો ફેંકાય છે. મોટા ભાગે અરીસાના કાચની પાછળ જે ચાંદી જેવું ચળકતું પડ ચડાવવામાં આવે છે. આ ચળકતા પડમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેથી તે પરાવર્તિત થાય છે. પ્રકાશનાં કિરણો તમારા ઉપરથી અરીસામાં અને અરીસામાંથી તમારી તરફ આવે છે. તેથી અરીસામાં તમને તમારું પ્રતિબિંબ દેખાય છે.અરીસા સામે ઊભા રહીને તમે તમારો જમણો હાથ ઊંચો કરશો તો અરીસામાં તમારા પ્રતિબિંબનો ડાબો હાથ ઊંચો જતો દેખાશે. અરીસામાં તમને હમેશાં ઊલટું ચિત્ર જ દેખાશે. સ્‍વચ્‍છ અને શાંત પાણીમાં પણ તમને તમારું પ્રતિબિંબ દેખાય છે, પણ તે ધૂંધળું દેખાય છે. પાણીના તરંગો પ્રકાશને અસમતોલ રીતે પાછા ફેંકે છે. અરીસો સ્‍પષ્‍ટ અને ચળકતો હોય છે. તેથી તમારું પ્રતિબિંબ સ્‍પષ્‍ટ અને સમતલ દેખાય છે

No comments:

Post a Comment