કાગળને વધુમાં વધુ સાત વખત જ ફોલ્ડ કરી શકાય
સામાન્ય કાગળને માત્ર સાત વાર (બહુ તો આઠ વાર) ફોલ્ડ કરી શકાય એ વાત અનેક લોકોને ખબર નથી. વધુ ગડી શા માટે ન વાળી શકાય તેનાં ત્રણ વૈજ્ઞાનિક કારણો છે :
(૧) દર ફોલ્ડિંગે કાગળની સંખ્યા ડબલ થાય છે. શરૂઆતમાં કાગળનું એક જ પાનું હોય, પરંતુ સાતમા ફોલ્ડિંગે તે સંખ્યા રઃ૭ મુજબ ૧૨૮ બને ! આથી ગડી વાળવા માટે જોર પણ એ જ પ્રમાણમાં વધારવું રહ્યું જે બિલકુલ શક્ય નથી.
(૨) કાગળ વળતો જાય એમ તેનું ક્ષેત્રફળ ઘટે છે. ઉચ્ચાલનના સિધ્ધાંત અનુસાર જે ઠેકાણે પ્રયત્નબળ લડાવવું પડે તે બિંદુ વધુ ને વધુ ગડી પાસે એટલે કે ફોલ્ડ પાસે આવતું જાય, એટલે બળ પણ વધારવું પડે છે.
(૩) દરેક નવા ફોલ્ડ વખતે બહારના નવા કાગળને વળવા માટે જગ્યા સહેજ વધુ જોઈએ, પરંતુ અંદરનો કાગળ બહાર તરફ ઓર દબાણ કરીને તેને એ જગ્યા આપતો નથી. માટે છઠ્ઠા કે સાતમા ફોલ્ડિંગ પછી આપણે વધુ ગડી ન વાળી શકીએ.
No comments:
Post a Comment