Monday, January 23, 2012

શવને અગ્નિદાહ આપવામાં આવે છે કેમ કે..


શવને અગ્નિદાહ આપવામાં આવે છે કેમ કે..


સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થતા તેના શવને અગ્નિદાહ આપવાનો રિવાજ છે. પૂર્ણ વિધી- વિધાનથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મૃત વ્યક્તિના શરીરનો જ્યાં સુધી ક્રિયાકર્મ નથી કરવામાં આવતો ત્યાં સુધી તે વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી. 




મૃત વ્યક્તિની આત્મા ભટકે છે. આ જ કારણે કોઈ બ્રાહ્મણ દ્વારા વિધી- વિધાનની સાથે મંત્રો બોલતા અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. યોગ્ય અંતિમ સંસ્કાર થયા બાદ મૃત વ્યક્તિની આત્મા આ શરીરના બંધન અને તેની સાથે જોડાયેલા સંબંધોથી મુક્ત થાય છે. આ જ કારણે શવને અગ્નિદાહ આપવામાં આવે છે. આપણા જીવનમાં 16 મહત્વપૂર્ણ સંસ્કાર દર્શાવવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર તેમાંનો જ એક સંસ્કાર છે.


શરીરમાંથી પ્રાણ નીકળ્યા બાદ ખૂબ જલ્દી માનવ શરીર સડવા લાગે છે, શરીરમાં કીટાણુઓ પડવાની શરુઆત થાય છે. શરીરમાંથી દુર્ગંધ આવવાની પણ શરુઆત થાય છે. જે આપણી તંદુરસ્તી માટે ખૂબ હાનિકારક છે. આ જ કારણે મૃત શરીરને અગ્નિદાહ પેટાવવાની પ્રથા શરુ થઈ છે.


પરંતુ શવને અગ્નિદાહ કેમ આપવામાં આવે છે તેના સંબંધમાં ધર્મશાસ્ત્ર અનુસાર જણાવવામાં આવ્યું છે કે મૃત શરીરમાંથી ઉત્પન્ન થનારા સંક્રામક કીટાણુ, દુર્ગંધ વગેરે શત- પ્રતિશત નષ્ટ થાય છે. સાથે જ તેને અગ્નિદાહ આપવાથી પંચમહાભૂતો(અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ) થી બનેલું શરીર વિલીન થાય છે.

No comments:

Post a Comment