Monday, January 23, 2012

સેંથામાં સિંદૂર કેમ પૂરવામાં આવે છે ?


સેંથામાં સિંદૂર કેમ પૂરવામાં આવે છે ?


માથાના આ ભાગમાં સિંદૂર એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે તેમાં પારા નામની ધાતુ હોય છે. પારો બ્રહ્મરંધ માટે ઔષધિનું કાર્ય કરે છે. તે મહિલાઓને તણાવથી દૂર રાખે છે અને માથાને ચેતનવંતુ બનાવે છે.


ભારતીય વૈદિક પરંપરા પ્રમાણે હિન્દુ સમાજમાં લગ્ન પછી સ્ત્રીઓએ માથામાં(સેંથામાં) સિંદૂર ભરવું પડે છે. અલબત હાલના સમયમાં આ સિંદૂરની જગ્યા કંકુ તેમજ અન્ય સૌંદર્યપ્રસાધનોએ લીધી છે. પણ સવાલ એ છે કે શા માટે આ સિંદૂર લગાવવામાં આવે છે?


હકીકતમાં આની પાછળ મોટું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. આ કાર્ય સાથે સ્વાસ્થ્ય જોડાયેલું છે. માથાના જે ભાગમાં સિંદૂર ભરવામાં આવે છે ત્યાં મહત્વની ગ્રંથિ આવેલી હોય છે જેને બ્રહ્મરંધ કહેવામાં આવે છે, આ ગ્રંથિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કપાળના અંતથી લઇને માથાના મધ્યભાગ સુધી હોય છે.


માથાના આ ભાગમાં સિંદૂર એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે તેમાં પારા નામની ધાતુ હોય છે. પારો બ્રહ્મરંધ માટે ઔષધિનું કાર્ય કરે છે. તે હિલાઓને તણાવથી દૂર રાખે છે અને માથાને ચેતનવંતુ બનાવે છે.


લગ્ન બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છએ કારણ કે તે સમયે સ્ત્રીઓની જવાબદારીઓ વધી જાય છે. આવા સમયે સિંદૂર લાભદાયક ઔષધિનું કાર્ય કરે છે.

No comments:

Post a Comment