Tuesday, January 31, 2012

થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?


થર્મોસમાં ચા ગરમ કેવી રીતે રહી છે?

કલાકો પહેલાં થર્મોસમાં રેડેલી ગરમ ચા કે કોફી કલાકો પછી તેવી ન ગરમ રહે છે. થર્મોસની કઈ વસ્‍તુ ચા કે કોફીને ગરમ રાખે છે? જવાબ બહુ વિચિત્ર છે. થર્મોસમાં એવી કોઈ જ વસ્‍તુ નથી હોતી જે ચાને ગરમ રાખે. ત્‍યારે ગરમ વસ્‍તુ ગરમ કેવી રીતે રહેતી હોય છે? આપણું થર્મોસ બે બાટલીઓનું બનેલું હોય છે. મોટી બાટલીની અંદર નાની બાટલી હોય છે. બંને બાટલીઓ ફકત ઉપરથી જ એકબીજા સાથે જોડાયેલી હોય છે. બંને બાટલીઓ વચ્‍ચે ફકત શૂન્‍યાવકાશ જ હોય છે. પંપ દ્રારા બે બાટલીઓ વચ્‍ચેથી હવા કાઢી લીધેલી હોય છે, જેને આપણે શૂન્‍યાવકાશ કહીએ છીએ. આમ બે બાટલીઓ વચ્‍ચે ખરેખર કશું જ નથી હોતું. હવે તમે અંદરની બાટલીમાં ગરમ ચા રેડશો તો તેની ગરમીને પસાર થવા કોઈ માધ્‍યમની જરૂર પડશે અને ત્‍યારે જ તે બહારની મોટી બાટલી સુધી જઈ શકશે. પરંતુ ગરમી ઠંડીનું વહન કરી શકે તેવું માધ્‍યમ વચ્‍ચે નથી અને હકીકત એ છે કે હવા વિનાની શૂન્‍યાવકાશવાળી જગ્‍યામાં ગરમી પસાર થઈ શકતી નથી. આ કારણે ગરમ વસ્‍તુ કલાકો સુધી ઠંડી જ રહે છે.

No comments:

Post a Comment