Monday, January 23, 2012

સૂર્યપુત્ર શનિ શ્યામ શા માટે છે?


સૂર્યપુત્ર શનિ શ્યામ શા માટે છે?




બધા દેવી-દેવતાઓમાં સૂર્યનું રૂપ પરમ તેજસ્વી છે. સૂર્યની પૂજા કરવાથી તેમના ભક્તોનું રૂપ પણ તેમની જેમ જ તેજસ્વી અને ગૌવર્ણ બની જાય છે. સૂર્યદેવ સમગ્ર સૃષ્ટિને તેજ પ્રદાન કરે છે પરંતુ તેમના પુત્ર શનિનું રૂપ શ્યામવર્ણુ(કાળુ) બતાવાયું છે.




સૂર્યપુત્ર હોવા છતાં શનિદેવનો રંગ કાળો છે, આ બાબતે શાસ્ત્રોમાં શનિદેવના જન્મની કથા વર્ણવામાં આવી છે તે પ્રમાણે સૂર્યદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા. 




સૂર્યનું રૂપ પરમ તેજસ્વી હોવાથી તેમને સામાન્ય આંખોથી જોવાનું સંભવ ન હોવાથી સંજ્ઞા તેમના તેજનો સામનો કરી શકતી ન હતી. થોડા સમય પછી દેવી સંજ્ઞાના પેટે ત્રણ સંતાનો જન્મ્યા, આ સંતાનો મનુ, યમ અને યમુનાના નામે જાણીતા થયા.દેવી સંજ્ઞા માટે સૂર્યનું તેજ સહન કરવું મુશ્કેલ બની રહ્યું હતું એટલે સંજ્ઞાએ પોતાની છાયાને પતિ સૂર્યદેવની સેવામાં લગાવી દીધું અને પોતે ત્યાંથી જતી રહી. થોડા સમય પછી સંજ્ઞાના પડછાયાના ગર્ભથી જ શનિદેવનો જન્મ થયો. પડછાયાનું સ્વરૂપ શ્યામ(કાળુ) હોય છે તેથી જ શનિ પણ શ્યામવર્ણા પેદા થયા.

No comments:

Post a Comment