Monday, January 23, 2012

શા માટે સ્ત્રીઓને સ્મશાનમાં જવાની મનાઈ?


શા માટે સ્ત્રીઓને સ્મશાનમાં જવાની મનાઈ?


સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં કોઈ પોતાની ખુશીથી જવા માંગતુ નથી.




આ એવું સ્થાન છે જ્યાં જીવનના અંતમાં તો બધાને જવું જ પડે છે. પરંતુ જીવતા માત્ર પુરૂષોને જવાની પરવાનગી છે. શાસ્ત્રો દ્ધારા સ્ત્રીઓને ત્યાં જવા પર પાબંદી મૂકવામાં આવી છે. સ્મશાનનું દૃશ્ય કોઈના પણ હદયને પીગળાવી દેનારું હોય છે.નબળા હદયવાળા માણસો માટે ત્યાં જવું મુશ્કેલ છે. સ્ત્રીઓનું હદય કોમળ અને ઝડપથી દુઃખી થનારુ હોય છે. સ્મશાનનું દૃશ્ય જોવું સ્ત્રીઓ માટે બહુ કઠિન હોવાથી ત્યાં જવા પર મનાઈ ફરમાવામાં આવી છે. 




સ્મશાનમાં હંમેશા ખરાબ શક્તિઓ સક્રિય રહેતી હોય છે.એવી શક્તિઓનો પ્રભાવ સ્ત્રીઓ પર ઝડપથી પડે છે. જેનાથી તેનો પાગલ થઈ જવાનો ભય રહે છે. સ્મશાનના વાતાવરણમાં મૃતદેહોના લીધે કેટલાય ઝેરીલા કીટાણું હોય છે જે સ્ત્રીઓને ઝડપથી બિમાર કરી શકે છે. મહિલાઓના સ્વાસ્થયને ધ્યાનમાં લઈને ત્યાં જવા પર મનાઈ રાખવામાં આવી છે.

No comments:

Post a Comment