Monday, January 23, 2012

સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું??


સાંજના સમયે ઘરમાં અંધારું શા માટે ન રાખવું??


આપણે આપણા ઘરના વડીલોને એવું કહેતા ચોક્કસ સાંભળીએ છીએ કે, સાંજના સમયે અંધારું ન રાખવું જોઈએ. કારણ કે સૂર્યાસ્તનો સમય કે સાંજનો સમય શાસ્ત્રો પ્રમાણે ભગવાનની આરાધના કરવાનો સમય માનવામાં આવે છે.


દરેક ધર્મના બધા જ જાણીતા પુસ્તકોમાં સાંજે પૂજા કરવાનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. તેની સાથે સાંજના સમયે ઘરમાં દીવો સળગાવવો અથવા ઘરને પ્રકાશિત(લાઇટ દ્વારા) કરવું પણ જરૂરી માનવામાં આવ્યું છે. સંધ્યાનો શાબ્દિક અર્થ સંધિનો સમય અર્થાત્ જ્યાં દિવસ પૂરો થાય છે અને રાત શરૂ થાય છે તેને સંધિકાળ કહેવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આખા દિવસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે જેમાં પ્રાતઃકાળ, મધ્યાહન કાળ અને સાયંકાળ.


સંધ્યા પૂજન માટે પ્રાતઃકાળનો સમય સૂર્યોદયથી 6 ઘડી સુધી, મધ્યાહન 12 ઘડી સુધી તથા સાયંકાળ 20 ઘડી સુધી ઓળખાય છે. એક ઘડીમાં 24 મિનિટ હોય છે. પ્રાતઃકાળમાં તારા હોય ત્યારે, મધ્યાહનમાં જ્યારે સૂર્ય મધ્યમાં હોય ત્યારે અને સાંજે સૂર્યાસ્તની પહેલા જ સંધ્યા કરવી જોઈએ. સંધ્યાનો તાતપર્ય પૂજા કે ભગવાનને યાદ કરવા સાથે છે. શાસ્ત્રોની માન્યતા છે કે નિયમપૂર્વક સંધ્યા કરવાથી પાપ રહિત થઈ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. 


રાતે કે દિવસે આપણાથી જાણતા-અજાણતા ખરાબ કામ થઈ જાય છે, તે ત્રિકાળ સંધ્યાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં સંધ્યાનો દીવો પ્રગટાવવો કે પ્રકાશ રાખવો જરૂરી માનવામાં આવ્યો છે કારણ કે ઘરમાં સાંજના સમયે અંધારું રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સ્થાયી નિવાસ થાય છે. ઘરમાં બરકત નથી રહેતી અને ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. એટલે સાંજે ઘરમાં અંધારું ન રાખવું જોઈએ.

No comments:

Post a Comment