Monday, January 23, 2012

દુકાનોમાં કેમ લટકાવવામાં આવે છે લીંબુ-મરચા?


દુકાનોમાં કેમ લટકાવવામાં આવે છે લીંબુ-મરચા?


સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટા વેપારી સંસ્થાઓ કે દુકાનો પર વેપારીઓ લીંબુ-મરચા બાંધીને લટકાવી રાખે છે. આ ફક્ત તેમના વેપારને ખરાબ નજરથી બચાવી રાખવા માટે કરવામાં આવે છે. સવાલ એ છે કે લીંબુ અને મરચામાં એવું તો શું છે જે આવી ખરાબ નજરથી બચાવે છે?


હકિકતમાં આના મુખ્ય બે કારણ છે, એક તંત્ર-મંત્રથી જોડાયેલું છે બીજુ મનોવિજ્ઞાનથી જોડાયેલું છે. માનવામાં આવે છે કે લીંબુ, તડબૂચ, સફેદ કોળુ અને મરચુ તંત્ર અને ટોટકામાં વિશેષ રીતે ઉપયોગમાં લેવાય છે. લીંબુનો ઉપયોગ મોટા ભાગે ખરાબ નજર અંગેના મામલામાં કરવામાં આવે છે. તેનું સૌથી મહત્વનું કારણ છે તેનો સ્વાદ. લીંબુ ખાટુ અને મરચુ તીખું હોય છે, બન્નેનો આ ગુણ વ્યક્તિની એકાગ્રતા અને ધ્યાન તોડવામાં સહાયક બને છે.


આ એક મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આપણે આંબલી, લીંબુ જેવી ખાટી વસ્તુઓ જોઈએ તો સ્વાભાવિક રીતે જ તેના સ્વાદને આપણી જીભ પર અનુભવીએ છીએ. જેના દ્વારા આપણું ધ્યાન અન્ય ચીજવસ્તુઓ પરથી હટીને ફક્ત તેની પર જ કેન્દ્રિત થાય છે. કોઈની પણ નજર ત્યારે કોઈ દુકાન અથવા તો બાળક પર લાગે છે જ્યારે તે એકાગ્ર થઈને એકીટશે તેની સામે જોઈ રહે પરંતુ લીંબુ મરચા લટકાવેલા હોય તો તેનું ધ્યાન તેના પર જાય છે અને તેની એકાગ્રતા ભંગ થાય છે. તેથી વેપારી ખરાબ નજરથી બચી જાય છે. 

No comments:

Post a Comment