Monday, January 23, 2012

ઘરના ભગવાનના મંદિરમાં શું-શું ન રાખવું?


ઘરના ભગવાનના મંદિરમાં શું-શું ન રાખવું?


ગોમતી ચક્ર મોટાભાગના લોકોના મંદિરમાં હોય છે. તેની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ.


બધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે. જેમ કે-


- ઘરના મંદિરમાં શ્રી ગણેશની 3 મૂર્તિઓ ન હોવી જોઇએ.
- મંદિરમાં બે શિવલિંગ ન હોવા જોઇએ. શિવલિંગ અંગૂઠા આકારનું હોવું જોઇએ.
- દેવી કે માતાજીની 3 મૂર્તિઓ ન રાખવી.
- સૂર્યદેવની બે મૂર્તિઓ ન રાખવી.
- મંદિરમાં પૂજાના વપરાશમાં લેવાતો શંખ પણ રાખવામાં આવે છે. શંખની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ.
- કેટલાક લોકો મંદિરમાં વિભિન્ન યંત્ર, ચક્ર વગેરે રાખે છે. જેમ કે ગોમતી ચક્ર, લક્ષ્મી ચક્ર, લક્ષ્મી યંત્ર, રુદ્ર વગેરે. ગોમતી ચક્ર મોટાભાગના લોકોના મંદિરમાં હોય છે. તેની સંખ્યા પણ 2 ન હોવી જોઇએ. 

No comments:

Post a Comment