Monday, January 23, 2012

સૂર્યને ભગવાન શા માટે માનવામાં આવે છે ?


સૂર્યને ભગવાન શા માટે માનવામાં આવે છે ?


ઋતુ, દિવસ-રાત, બધું સૂર્યને આધારે ચાલે છે. આ આધાર પર જ વનસ્પતિ, જીવ અને જંતુ જન્મે છે અને મરે છે.


વિજ્ઞાન ભણેલો માણસ આજે બુદ્ધિ અને તર્કના આધારે વિચારે છે અને નિર્ણય લે છે. વિજ્ઞાન સૂર્યને ધકધકતો ગોળો માને છે. જ્યારે ધર્મ-આધ્યાત્મમાં સૂર્યના સૂક્ષ્મ ગુણોને જોતા તેને ભગવાન માનવામાં આવ્યો છે. આમ પણ દેવતાનો અર્થ પણ આપનાર(જે આપે છે તે) જ થાય છે. સૂર્ય જીવનનો સ્ત્રોત છે. સૂર્ય ન હોય તો ચારેય દિશાઓમાં અંધારુ ફેલાઇ જશે. તડકા વગર વરસાદ નહીં પડે. સૂકી ઉજ્જડ ધરતી રણ બની જશે. વનસ્પતિ, જીવ-જંતુ બધું નાશ પામશે.


સૂર્ય દ્વારા સ્વાસ્થ્ય- સૂર્યના કિરણોમાંથી આપણને ઊર્જા, ઉત્સાહ અને રોગો સામે લડવાની શક્તિની સાથે વિટામિન મળે છે. સવારે સૂર્યના દર્શન કરવાનું વિધાન છે જેનાથી આપણને વિટામિન-ડી મળે છે.


સૂર્ય અને પૃથ્વી – આમ તો પૃથ્વી સૂર્યનો જ ટૂકડો છે. સૂર્ય અને પૃથ્વીનું અદ્ભૂત સંતુલન જ પૃથ્વી પર જીવનનો આધાર છે. જો પૃથ્વી સૂર્યની નજીક હોત તો ગરમીથી જીવન ન બચતું અને દૂર હોત તો અત્યંત ઠંડી લાગત.


જ્યોતિષ અને સૂર્ય – જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય એક પ્રબળકારક ગ્રહ મનાય છે. જન્મ લગ્ન વખતે સૂર્યની શુભ સ્થિતિ મનુષ્યને વિદ્વાન, પરાક્રમી અને તેજસ્વી બનાવે છે.


સૂર્ય અને મનુષ્ય – મનુષ્ય માટે સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. આપણા પૂર્વજોએ સૂર્યનું મહત્વ સમજીને તેને દૈનિક પૂજા-વિધાનનું કેન્દ્ર બનાવ્યો છે. સંધ્યા, પૂજન, ગાયત્રી સૂર્યાવસ્થાન વગેરે તેના પ્રમાણ છે. માનવ શરીરમાં સૂર્યનું પ્રથમ સ્થાન હૃદય ગણાય છે અને દ્વિતિય સ્થાન બૌદ્ધિક ચેતનાનું છે. જેમાં સૂર્ય પોતાના નજીકના ગ્રહ બુધને પોતાની ચેતનીય ઊર્જા પ્રદાન કરે છે તથા સામાજિક, રાજકીય અને આર્થિક દ્રષ્ટિકોણથી સૂર્યનો જુદો-જુદો પ્રભાવ જુદી-જુદી રાશિઓ પર પડે છે. તથા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેનાથી મનુષ્ય અતુલ ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે તથા સ્વયંની રાશિમાં જ્યારે પણ સૂર્યનો ગોચર પ્રવેશ થાય છે અર્થાત્ સિંહ સંક્રાંતિ થાય છે ત્યારે સિંહ રાશિવાળા જાતકો પર વિશેષ કૃપા કરે છે. રાજકીય દ્રષ્ટિએ વ્યક્તિની સત્તા પ્રાપ્તિનો યોગ તેના ઉચ્ચ ગ્રહોની સાથે યોગ અથવા યુતિના આધારે જાણી શકાય છે.


માનવ શરીરમાં સૂર્યના પ્રકાશનું પોતાનું મહત્વ છે. પુરાણોમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે સૂર્યોપાસનાથી આત્મવિશ્વાસની પ્રાપ્તિ, યશ, સંપત્તિ, સમૃદ્ધિ વગેરેની પ્રાપ્તિ થાય છે તથા વર્તમાન ચિકિત્સા પદ્ધતિના આધારે ત્વચા અને હાડકા પર સૂર્યનું આધિપત્ય છે. પુરાણોમાં એ પણ વર્ણન છે કે કૃષ્ણના પુત્ર સામ્બે વર્ષ સુધી સૂર્યોપાસના કરીને પોતાના શ્વેત કુષ્ઠનું નિવારણ કર્યુ હતું. આજે પણ મૂળ ચિકિત્સકીય પશ્વિમી વૈજ્ઞાનિક પદ્ધતિમાં સૂર્ય ઊર્જા દ્વારા ત્વચા અને હાડકાના રોગોનો ઇલાજ કરવામાં આવે છે.


સૂર્ય અને ઊર્જા – આપણા જીવનમાં સૌર ઊર્જાનો પ્રયોગ વધી રહ્યો છે. સૌલર કુકરનું જ ઉદાહરણ લઇએ. તેમાં પકવવામાં આવેલું ભોજન અન્ય ઈંધણ પર બનેલા ભોજન કરતા વધારે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.


સૂર્ય અને પ્રકૃતિ – પ્રકૃતિનું ચક્ર – ઋતુ, દિવસ-રાત, બધું સૂર્યને આધારે ચાલે છે. આ આધાર પર જ વનસ્પતિ, જીવ અને જંતુ જન્મે છે અને મરે છે. વેદોમાં સૂર્યને યમ એટલે કે નિયંતા કહેવામાં આવ્યો છે.

No comments:

Post a Comment