Monday, January 23, 2012

ઘરમાં ફૂલોનો ગુલદસ્તો કેમ રાખવામાં આવે છે?


ઘરમાં ફૂલોનો ગુલદસ્તો કેમ રાખવામાં આવે છે?






ફૂલ પોતાની કોમળતા અને મહેકને કારણે દરેક વ્યક્તિનું દિલ જીતી લે છે. ફૂલોની સુગંધથી વાતાવરણ પવિત્ર બને છે અને એ જ કારણે સામાન્ય રીતે દરેક ઘરમાં ફૂલોના ગુલદસ્તા રાખવામાં આવે છે. 




ઘરમાં ફૂલ રાખવાનું વિશેષ કારણ એ છે કે એવું મનાય છે કે ફૂલોની સુગંધ દેવી દેવતાઓને આકર્ષિત કરે છે. પૂજા વગેરે કાર્યમાં ફૂલોના મહત્વની દરેક વ્યક્તિ પરિચિત છે. પુષ્પ વિના ક્યારેય પૂજા કાર્ય પૂર્ણ નહીં થઈ શકે. જે ઘરમાં ફૂલ રાખવામાં આવે છે ત્યાં સકારાત્મક શક્તિઓનો સંચાર થાય છે, પુષ્પના સંપર્કમાં આવનારી દરેક વસ્તુઓ પર દેવી દેવતાઓનો પ્રભાવ પડે છે. ખોટી શક્તિઓ ફૂલોની સુગંધની જેમ ઘરથી દૂર રહે છે. દૈવીય કૃપા પ્રાપ્ત થયા બાદ આપણી મનોકામના પણ સ્વાભાવિક રીતે પ્રૂર્ણ થાય છે અને સફળતા મળે છે. 




ફૂલોની પવિત્રતા અને સુગંધથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહે છે અને તાજગીભર્યું બને છે. આપણા ઘરનું વાતાવરણ જેવું હોય એવો જ આપણો સ્વભાવ બને છે. ઘરનું વાતાવરણ હંમેશા મહેકતું રહે છે અને એ જ કારણે આપણે હંમેશા પ્રસન્નચિત અને બીજાને ખુશી આપનારું બને છે. 
ફૂલ આપણા જીવનને મહત્વપૂર્ણ સંદેશ આપે છે. જે રીતે ફૂલ પોતાની સુગંધરુપી સુવાસ અને કોમળતાથી દરેક મનને પ્રસન્ન કરે છે એ જ રીતે આપણે પણ આપણા સ્વભાવથી દરેકનું મન મોહી લેવું જોઈએ. ફૂલોની ઉંમર ઘણી ઓછી હોય છે પરંતુ તે 
મુર્ઝાયા સુધી આસપાસનું વાતાવરણ મહેકતું રાખે છે.

No comments:

Post a Comment